Tuesday, April 14, 2026
Homeરાજ્યજામનગરનારી શકિત વંદન અધિનિયમ બીલ ક્રાંતિકારી પગલુ : પ્રદેશ ભાજપ અઘ્યક્ષ -...

નારી શકિત વંદન અધિનિયમ બીલ ક્રાંતિકારી પગલુ : પ્રદેશ ભાજપ અઘ્યક્ષ – VIDEO

જામનગરમાં પ્રદેશ ભાજપ અઘ્યક્ષ જગદીશ વિશ્વકર્માની પત્રકાર પરીષદ

સ્થાનીક સ્વરાજ્યની ચુંટણીને લઇ રાજકીય પક્ષો હાલ પ્રચાર પ્રસારમાં લાગ્યા છે. ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપ અઘ્યક્ષ જગદીશ વિશ્વકર્મા જ્યારે જામનગરની મુલાકાતે છે સવારે જામનગર એરપોર્ટ ખાતે ગુજરાત પ્રદેશ ભાજપ અઘ્યક્ષનું આગમન થયું હતું ત્યારબાદ તેમણે જામનગરમાં હોટલ ફોર્ચ્યુન પેલેસ ખાતે પત્રકાર પરીષદ સંબોધી હતી.

- Advertisement -

પત્રકાર પરીષદ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ સર્વાંગી વિકાસ કરી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સંસદમાં પાસ થનારા મહિલા અનામત ખરડાને તેમણે ક્રાંતિકારી પગલુ ગણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે નારી શકિત વંદન અધિનિયમને લઇ તા.16 એપ્રિલથી સંસદમાં વિશેષ ચર્ચાનું સત્ર યોજાનાર છે. જેમાં દેશની એકતા જોવા મળશે. મોદીનું સ્પષ્ટ વિઝન છે કે નારી શકિત માત્ર સહભાગી નહીં સક્રીય નેતૃત્વમાં જોડાઇ આ બીલ રજૂ થયા બાદ લોકસભા અને વિધાનસભામાં મહિલાને 33% અનામત મળશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સર્વાંગી વિકાસ કરતા ભારતમાં ગુજરાત પણ બાકાત નથી. નમો લક્ષ્મી, નમો સરસ્વતી સહિતની મહિલાઓ લક્ષી યોજનાઓ થકી મહિલા અને ગુજરાતીઓ વિકાસના ફળ ચાખી રહ્યા છે. આ પત્રકાર પરીષદમાં ગુજરાત પ્રદેશ ભાજપ અઘ્યક્ષ જગદીશભાઇ વિશ્વકર્મા, સાંસદ પૂનમબેન માડમ, રાજયકક્ષાના મંત્રી અને ધારાસભ્ય રીવાબા જાડેજા, પ્રભારી ધનસુખભાઇ ભંડેરી, જામનગર શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, જિલ્લા ભાજપ પ્રમુખ ડો. વિનુભાઇ ભંડેરી, ધારાસભ્યો દિવ્યેશભાઇ અકબરી, મેઘજીભાઇ ચાવડા, રાઘવજીભાઇ પટેલ, શહેર ભાજપ મહામંત્રી વિજયસિંહ જેઠવા, મૃગેશભાઇ દવે, ભાવેશભાઇ ઠુમ્મર સહિતના ઉપસ્થિત રહ્યા હતાં.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular