Tuesday, April 14, 2026
Homeરાજ્યજામનગરડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરતા પ્રદેશ ભાજપ અઘ્યક્ષ - VIDEO

ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરતા પ્રદેશ ભાજપ અઘ્યક્ષ – VIDEO

સાંસદ, મંત્રી, શહેર જિલ્લા ભાજપ પ્રમુખ, પ્રભારી, ધારાસભ્ય, પૂર્વ મેયર સહિતના મહાનુભાવો ઉપસ્થિત

જામનગર સહિત દેશભરમાં આજરોજ ડો. બાબાસાહેબ આંબેડકર જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સહિતના મહાનુભાવોએ ડો. બાબાસાહેબ આંબેડકરને પુષ્પાંજલી અર્પણ કરી હતી.

- Advertisement -

બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની આજરોજ તા.14 એપ્રિલના આંબેડકર જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. જામનગરમાં લાલબંગલા સર્કલ નજીક જે.એમ.સી. કમ્પાઉન્ડમાં આવેલ ડો. બાબાસાહેબ આંબેકડરની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી. જામનગરની મુલાકાતે આવેલા ગુજરાત પ્રદેશ ભાજપ અઘ્યક્ષ જગદીશ વિશ્ર્વકર્મા, જામનગરના સાંસદ પૂનમબેન માડમ, રાજયકક્ષાના મંત્રી અને જામનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રીવાબા જાડેજા, જામનગરના પ્રભારી ધનસુખભાઇ ભંડેરી, જામનગર શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ ડો. વિનુભાઇ ભંડેરી, જામનગર દક્ષિણ વિધાનસભાના ધારાસભ્યો દિવ્યેશભાઇ અકબરી, કાલાવડના ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડા, પૂર્વ મેયર વિનોદભાઇ ખીમસૂર્યા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરી પુષ્પાંજલી અર્પણ કરી હતી. તેમજ કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular