જામનગર શહેરના સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી હત્યાના ગુનામાં ઝડપાયેલા જામીન મેળવી પેરોલ જમ્પ થયેલા આરોપીને કચ્છમાંથી પેરોલ ફર્લો સ્કવોડએ દબોચી લીધો હતો.
મળતી વિગત મુજબ જામનગર શહેરના સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષ 2016માં પૂર્વઆયોજિત કાવતરું રચી હત્યાના બનાવમાં જામનગરની જેલમાં રહેલા કાચા કામનો કેદી ઇમરાન દાઉદ રાજાણી (રહે. સરુ સેકશન રોડ, પંચવટી ગૌશાળા) નામનો શખ્સ અમદાવાદ ક્રિમિનલ મીસ્ક એપ્લી. નંબર 18482/2018ના સંદર્ભે તા. 03-10-2018ના રોજ સાત દિવસના વચગાળાના જામીન પર જેલમુકત કરવામાં આવ્યો હતો. જે રજાની મુદત દરમ્યાન દિવસ 10નો વધારો થતાં કેદીને તા. 21-10-2018ના રોજ જામનગર જિલ્લા જેલ ખાતે હાજર થવાનું હતું. પરંતુ આજ દિવસ સુધી હાજર થયો ન હતો. છેલ્લા સાત વર્ષથી ફરાર ઇમરાન રાજાણી કચ્છ(મુંદરા)માં હોવાની પેરોલ ફર્લો સ્કવોડના ગોવિંદભાઇ ભરવાડ, સલીમભાઇ નોઇડા, હાર્દિકભાઇ ભટટ્ટ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દિલીપસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઇ વી. એમ. લગાર્યિાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ. વી. ભાટીયા, એએસઆઇ ગોવિંદભાઇ ભરવાડ, કરણસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, સલીમભાઇ નોઇડા, હે.કો. સુરેશભાઇ ડાંગર, ધર્મેન્દ્રસિંહ જાડેજા, મહિપાલભાઇ સાદિયા, હાર્દિકભાઇ ભટટ્ટ, પો.કો. દિલીપસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા, એલસીબી હે.કો. નિર્મળસિંહ જાડેજા, પો.કો. બળવંતસિંહ પરમાર સહિતના સ્ટાફએ કચ્છમાંથી ઇમરાનને દબોચી લઇ જિલ્લા જેલમાં સોંપી આપ્યો હતો.