Tuesday, April 21, 2026
Homeરાજ્યહાલારબે માસુમ સંતાનોની હત્યા નિપજાવનાર માતાને આજીવન કેદ

બે માસુમ સંતાનોની હત્યા નિપજાવનાર માતાને આજીવન કેદ

આ કેસની ટૂંકી હકીકત એવી છે કે આ કામના ફરિયાદીએ પોતાની પત્ની ચકુબેન બદીયા ભાઈ પલાસ ઉંમર વર્ષ 26 પીઠડીયા એક નિતેશભાઇ ગોરધનભાઈ ડાંગરની વાડીએ મજૂરી કામ માટે રહેતા હતા ત્યારે આ કામના આરોપીએ તારીખ 17-10-2022 ના રોજ પોતાનો પુત્ર દેવરાજ ઉંમર વર્ષ પાંચ તથા પુત્રી રિયા ઉંમર વર્ષ ત્રણ માસ ને કુવામાં નાખી સ્થળ પરથી ફરાર થઈ ગયેલ હોય બીજે દિવસે સવારે વાડી માલિક કુવામાં પાણી ભરવા કુવા પાસે ગયેલ હોય ત્યારે બે બાળકોને લાશ કૂવામાં તરતી હોય જેથી વાળી માલિકે પોલીસને જાણ કરે અને બંને બાળકોને કૂવામાંથી બહાર કાઢેલ અને બંને બાળકો મરણ ગયેલ હોય તે બાબતની ફરિયાદ આ કામના ફરિયાદીએ આરોપી સામે કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન મા આઇપીસી 302 મુજબ કરેલ હોય જે કેસ નંબર 30/23 થી એસ એમ ક્રિસ્ટી સાહેબની કોર્ટમાં ચાલી જતા જેમાં આ કામના સરકાર તરફે 18 જેટલા સાક્ષીઓ તથા 90 જેટલા દસ્તાવેજી પુરાવા રજૂ કરેલ હોય તેમજ સરકાર તરફે દલીલ કરેલ હોય કે આરોપીએ બંને બાળકોને કુવામાં નાખેલ હોય અને માતૃત્વને લાછન લાગે તે પ્રમાણેનું કૃત્ય કરેલો હોય અને આરોપી પોતાના જ માસુમ અને નિર્દોષ બાળકોનું જીવન હજુ શરૂ થયેલ હતું છતાં જીવનનો અંત લાવી દીધેલ હોય તેમજ બંને બાળકો નો મોત નીપજાવી ડબલ મર્ડર નો ગંભીર પ્રકારનો ગુનો આચરેલો હોય જેથી નામદાર પાંચમાં એડિશનલ ડીસ્ટ્રીક સેશન્સ જજ સાહેબ એસ.એમ ક્રિષ્ટી સાહેબે આરોપીને તકસીરવાન ઠરાવી આઇપીસી કલમ 302 મુજબ આજીવન કેદને સજાનો હુકમ કરેલ હોય આ કેશ માં સરકારી વકીલ તરીકે ભારતી વાદી રોકાયેલ હતા.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular