Thursday, April 18, 2024
Homeઆંતરરાષ્ટ્રીયઇઝરાયેલમાં બોનફાયર ફેસ્ટિવલમાં નાસભાગથી 40થી વધુ લોકોના મોત

ઇઝરાયેલમાં બોનફાયર ફેસ્ટિવલમાં નાસભાગથી 40થી વધુ લોકોના મોત

- Advertisement -

ઈઝરાયલમાં બોનફાયર ફેસ્ટિવલમાં ગઇકાલે નાસભાગ મચવાના કારણે 40થી પણ પણ વધારે લોકોના મોત થયા છે અને 100થી વધુ લોકો ઘાયલ થયા છે. પીએમ બેંજામિન નેતન્યાહૂએ તેને મોટી આપદા ગણાવી છે. મળતી માહિતી અનુસાર માઉન્ટ મેરન સ્ટેડિયમમાં સીટો તૂટીને પડી અને નાસભાગ મચી.

- Advertisement -

જયાં આ ઘટના બની છે કયાં ટોમ્બને યહૂદી દુનિયાના સૌથી મોટા પવિત્ર સ્થળમાંના એક ગણાય છે. આ વાર્ષિક તીર્થ સ્થળ છે. હજારો અલ્ટ્રા ઓર્થોડોકસ યહૂદી વાર્ષિક સ્મરણોત્સવને માટે અન્ય શતાબ્દિના સંત રબ્બી શિમોન બાર યોચાઈની કબર પર ભેગા થયા હતા. રાત ભર પ્રાર્થના અને ડાન્સ ચાલી રહ્યો હતો. સોશ્યલ મીડિયાના વીડિયોમાં લોકો વિચલિત થઈ રહ્યા છે. લોકો એક ઉપર એક થઈને નાસભાગ કરી રહ્યા છે. પોલિસ અને પેરામેડિકસ દ્યાયલોને બચાવવાની કોશિશ કરી રહ્યા છે.

દેશના ઈમરજન્સી સર્વિસના મેગન ડેવિડ એડમે કહ્યું કે 44 લોકોની સ્થિતિ ગંભીર છે. ઘાયલોને હોસ્પિટલ લઈ જવા માટે 6 હેલીકોપ્ટર બોલાવાયા છે. કેટલાક લોકો સીડી પર વપસી ગયા છે. આ પછી એક પછી એક લોકો પડી રહ્યા છે. એમડીએના પ્રવકતાએ કહ્યું કે દ્રશ્ય ભયાનક છે. લોકો બહાર નીકળવાની કોશિશમાં કચડાઈ રહ્યા છે.

- Advertisement -

ઈઝરાયલમાં કોરોના પાબંધી હટ્યા બાદ આ પહેલું મોટું આયોજન હતું. દેશમાં આ મુશ્કેલી એ સમયે આવી છે જયારે ઈઝરાયલે હાલમાં જ સફળતા પૂર્વક વેકસીનેશન કાર્યક્રમને પૂરો કર્યો છે. માઉન્ટ મેરનમાં પ્રાઈવેટ બોનફાયરને ગયા વર્ષે કોરોના વાયરસના કારણે બંધ રખાયો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular