Saturday, October 23, 2021
Homeરાજ્યગુજરાતજામનગર સહીત સૌરાષ્ટ્રના પુરગ્રસ્તોની મદદે આવ્યા મોરારીબાપુ

જામનગર સહીત સૌરાષ્ટ્રના પુરગ્રસ્તોની મદદે આવ્યા મોરારીબાપુ

અતિવૃષ્ટિની સહાય અંતર્ગત CM રાહતફંડમાં રૂ.25લાખનું દાન કર્યું

- Advertisement -

સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદના પરિણામે મોટી નુકશાની સર્જાઈ છે. અતિવૃષ્ટિના પરિણામે અનેક જીલ્લ્લાઓમાં પુરની સ્થિતિનો તાગ મેળવવા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ ગઈકાલના રોજ જામનગર અને રાજકોટ જીલ્લાના સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોની મુકાલાતે આવ્યા હતા અને નુકસાનીનો સર્વે કરીને યોગ્ય સહાય આપવામાં આવશે તેમ જણાવ્યું હતું. ત્યારે આજે રોજ મોરારીબાપુએ અતિવૃષ્ટિનો ભોગ બનેલા લોકોની સહાય માટે રૂ.25લાખનું અનુદાન આપ્યું છે.

- Advertisement -

મોરારીબાપુ એ દાર્જીલીંગ ખાતે યોજાયેલ રામકથાના માધ્યમથી સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલ અતિવૃષ્ટિની સહાય અંતર્ગત કુલ રૂપિયા ૨૫ લાખનું અનુદાન તુલસીપત્રના રુપે મુખ્યમંત્રી રાહત ફંડમાં આપેલ છે. જે અંતર્ગત મુખ્યમંત્રીએ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. મોરારીબાપુએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રના જામનગર, રાજકોટ, જુનાગઢ સહીતના વિસ્તારોમાં ભારે વરસાદથી અનેક લોકો પ્રભાવિત થયા છે તેની રાહત માટે મુખ્યમંત્રી રાહતનિધિમાં રૂ.25લાખનું અનુદાન આપ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular