Thursday, September 23, 2021
Homeરાજ્યજામનગરસ્વામિનારાયણ ગુરૂકુલ સંસ્થાન દ્વારા ફૂડ પેકેટ

સ્વામિનારાયણ ગુરૂકુલ સંસ્થાન દ્વારા ફૂડ પેકેટ

- Advertisement -

કુદરતની કળાને કરવી અધરી છે, એ આપણે અવારનવાર અનુભવી રહ્યા છીએ. તરસી ધરતી માટે ધરતીપુત્રો જળ માંગતા હતા, પરંતુ જગન્નાથે ધરતીને જ ડૂબાડી જળબંબાકાર કરી દીધી હતી. લોકો અને પશુ-પક્ષીઓની કફોડી સ્થિતિમાં સ્વામિનારાયણ ગુરુકુલ-રાજકોટ સંસ્થાનની જામનગર બાયપાસ ઉપર ઠેબા ચોકડી રેલ્વે ઓવરબ્રીજ પાસે આવેલ જામનગર ગુરુકુલથી ફૂડપેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે. ગુરૂવર્ય મહંતસ્વામી દેવકૃષ્ણદાસસ્વામીની આજ્ઞાથી તા. 14ની સવારે જ સંતો યુવાનો તેમજ વિદ્યાર્થીઓ ફૂડ પેકેટ બનાવવાની સેવામાં જોડાયા હતાં.

મહંત સ્વામી દેવકૃષ્ણદાસસ્વામીએ જામનગર ગુરુકુલમાં સેવારત સંતો તથા કાર્યકર્તાઓને કહ્યું હતું કે, ભગવાન સ્વામિનારાયણનો અને ગુરુદેવ શાસ્ત્રી મહારાજ ધર્મજીવનદાસસ્વામીનો દયાળુ સ્વભાવ હતો. કોઈને દુ:ખી દેખી અતિ આકરા થઈ એમની સેવામાં લાગી જતા હતા. આપણે પણ એમના ચીંધ્યા રાહે અત્યારની અતિવૃષ્ટિની કપરી પરિસ્થિતિમાં સેવારત થવું અસરગ્રસ્તોના અંતરમાં પણ ભગવાન વસેલા છે. એમની સેવા એ ભગવાનની સેવા સમજી એમનું દુખ ભાંગવું જોઇએ.

હરિપ્રિયદાસજી સ્વામી, ગોવિંદસ્વામી તથા વ્રજજીવનદાસજી સ્વામીએ સ્થાનિક પ્રશાસને કહેલા વિસ્તારમાં ફૂડ પેકેટોનું વિતરણ શરૂ કર્યું હતું. ગુરુકુલમાં જ ભારે વરસાદને કારણે ઈલેક્ટ્રીક સપ્લાય ન હતી. જનરેટર દવારા ડિઝલના ચૂલાઓ શરૂ કરી પ્રથમ દિવસે 2000 ઉપરાંત ફૂડ પેકેટો તૈયાર કરાયા હતાં.

પ્રભુસ્વામીના જણાવ્યાનુસાર 500 કિલો બૂંદી તથા 250 કિલો ગાંઠીયાના 2000 પેકેટો બનાવ્યા હતા. જામનગર સ્વામિનારાયણ ગુરુકુલના મહંત ગોવિંદસ્વામી, શાસ્ત્રી હરિપ્રિયદાસજી સ્વામી, વ્રજજીવનદાસસ્વામી, ચિંતનપ્રિયદાસ સ્વામી, ન્યાલકરણ સ્વામી વગેરે સંતો સંગાથે ધ્રોલ વિસ્તારના ધારાસભ્ય રાધવજીભાઈ પટેલ, ગુરુકુલ રાજકોટના ભૂતપૂર્વ વિદ્યાર્થીને જામનગરના ઉદ્યોગપતિ રામજીભાઇ ગઢીયા, ગોપાલભાઇ પોકીયા, થાવરીયાના ધીરૂભાઈ રસોયા, કમલેશભાઈ સીસાંગિયા તેમજ રાષ્ટ્રીય સેવક સંઘ તથા વિશ્વ હિન્દુ પરિષદના યુવાનો જોડાયા હતાં. તેઓએ બાણુગાર, અલીયાબાડા, મોડા, ખીજડીયા, ખીમરાણા વગેરે ગામોમાં ખીજડીયા, બાણુગર, અલૈયા, મોડા વગેરે ગામોમાં જરૂરિયાતમંદ લોકોને જાતે જઈને વિતરણ કરેલ-જેને જે તે ગામના સરપંચો દવારા ગુરુકુલના આ સેવાકાર્યને આવકાર્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular