Wednesday, September 11, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં આજે મોદી મહોત્સવ

જામનગરમાં આજે મોદી મહોત્સવ

આજે સાંજે મોદીમય બની જશે જામનગર: કુદરત પણ મોદીની સાથે, સવારથી જ વાદળો છવાતા આકરી ગરમીમાંથી રાહત : સભાની તમામ તૈયારીઓ પૂર્ણ

- Advertisement -

ગઇકાલથી ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બીજા દિવસે સૌરાષ્ટ્રને ધમરોળશે. જામનગરમાં આજે સાંજે યોજાનારી પ્રધાનમંત્રીની જનસભાને લઇને લોકોમાં ઉત્સાહ છવાઇ ગયો છે. શહેરમાં આજે સાંજે મોદી મહોત્સવ જેવો માહોલ સર્જાઇ જશે. પ્રધાનમંત્રીને આવકારવા માટે ભાજપના કાર્યકરો, આગેવાનો દ્વારા જોરદાર તૈયારીઓ કરવામાં આવી છે. જયારે લોકો પણ પ્રધાનમંત્રીને આવકારવા માટે થનગની રહયા છે. સાંજે પ્રદર્શન મેદાનમાં મોટી સંખ્યામાં જનસૈલાબ ઉમટી પડશે. પ્રધાનમંત્રીને સાંભળવા માટે ગામડે ગામડેથી લોકો આવવા લાગ્યા છે. બીજી તરફ પક્ષ અને તંત્ર દ્વારા સભાની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. કુદરત પણ મોદીની સાથે હોય તેમ છેલ્લા બે દિવસથી આકરી ગરમીમાં સેકાઇ રહેલાં જામનગરવાસીઓને આજ સવારથી જ રાહત સાંપડી છે. સવારથી જ વાતાવરણમાં આવેલાં પલટાને કારણે આકાશમાં વાદળો છવાતાં ગરમીમાં ઘટાડો થયો છે. જેને કારણે લોકોને રાહત મળી છે.

- Advertisement -

દરમ્યાન પ્રધાનમંત્રીએ આજે બીજા દિવસે સવારે મધ્ય ગુજરાતમાં આણંદથી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો છે. આણંદમાં જંગી જાહેરસભાને સંબોધતાં તેમણે કહયું કે, કોંગ્રેસમાં 60 વર્ષ સુધીનો એ શાસનકાળ હતો. જયારે ભાજપનો આ સેવા કાળ ચાલી રહ્યો છે. પ્રધાનમંત્રીની એક ઝલક મેળવવા માટે લોકો ઉમટી પડયા હતા.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આજે સૌરાષ્ટ્રના પ્રવાસે છે. આજે સવારે 10 વાગ્યે વલ્લભ વિદ્યાનગર ખાતેના ગ્રાઉન્ડ, સીવીએમ કાર્યાલયની સામે બપોરે 1ર વાગ્યે સુરેન્દ્રનગરમાં રાજકોટ રોડ ઉપર ત્રિમંદીર મેદાનની સામે જયારે જુનાગઢમાં બપોરે ર.1પ વાગ્યે કૃષિ વિશ્ર્વ વિદ્યાલય ખાતે તથા સાંજે 4.15 વાગ્યે જામનગરના પ્રદર્શન મેદાનમાં સાત રસ્તા પાસે જાહેરસભા સંબોધશે. ત્યાર બાદ રાત્રીના પશ્ર્ચિમ બંગાળ જવા રવાના થશે.

- Advertisement -

લોકસભા ચૂંટણી 2024ના કાર્યક્રમની જાહેરાત બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ બુધવારે ગુજરાતમાં તેમની પ્રથમ ચૂંટણી રેલીઓને સંબોધી હતી. વડાપ્રધાને બનાસકાંઠા અને સાબરકાંઠા સહિતના બે પ્રદેશોમાં લોકોને સંબોધિત કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ડીસામાં જંગી જાહેરસભાને સંબોધી હતી. ડિસામાં જંગી જાહેરસભાને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે કોંગ્રેસ પાસે કોઈ વિઝન નથી. તેમણે કહ્યું કે સરકાર બનાવવા માટે 272 બેઠકો જોઈતી હોય છે. પરંતુ ભાજપ સિવાય એકપણ પક્ષ એવો નથી જે 272 ઉમેદવાર પણ ઉભો રાખતો હોય. તેમણે કહ્યું કે કોંગ્રેસના મેનિફેસ્ટો જાહેર થયો ત્યારે જ મેં કહ્યું હતું કે આમાં મુસ્લિમ લીગની છબી છે.

નોંધનીય છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનો ગુજરાતમાં પ્રચારનો બીજો દિવસ છે, આજે એક જ દિવસમાં વડાપ્રધાન મોદી 4 જનસભા કરવાના છે. વલ્લભવિદ્યાનગર, સુરેન્દ્રનગર, જામનગર અને જૂનાગઢના લોકસભા બેઠકના ઉમેદવારોના સમર્થનમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સભા કરવાના છે. આણંદથી મિતેશ પટેલ ભાજપના ઉમેદવાર છે, તેમને આણંદ બેઠક પરથી રિપીટ કરવામાં આવ્યા છે. આ સિવાય સુરેન્દ્રનગરથી ચંદુભાઇ શિહોરા ભાજપના ઉમેદવાર છે, તેઓ સુરેન્દ્રનગરથી પહેલી વખત ચૂંટણી લડી રહ્યાં છે. જૂનાગઢમાં ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા છે, જેમને જૂનાગઢ બેઠક પર રિપીટ કરાયા છે. આ સિવાય જામનગરથી ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ છે, તેમને ભાજપે રિપીટ કર્યા છે.

- Advertisement -

લોકસભાને ચૂંટણીમાં ગુજરાતમાં મતદાન આડે પાંચ જ દિવસ બાકી છે ત્યારે આજે સવારે વડાઙ્ઘધાને તેમના બીજા દિવસના ચૂંટણી પ્રવાસીની શરૂઆત વલ્લભ વિદ્યાનગર ખાતે વિજય વિશ્ર્વાસ સભા સાથે કરી હતી. આ પછી સુરેન્દ્રનગરમાં સભા સંબોધ્યા બાદ નરેન્દ્રભાઈ મોદી જૂનાગઢમાં કૃષિ વિશ્ર્વ વિદ્યાલયના મેદાન પર આયોજિત વિજય વિશ્ર્વાસ સભા માટે પહોંચશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular