Saturday, April 20, 2024
Homeરાષ્ટ્રીયટોકિયોમાં મોદી-બાઇડેન કરશે સીધી વાતચીત

ટોકિયોમાં મોદી-બાઇડેન કરશે સીધી વાતચીત

કવાડ સમિટની બેઠકમાં ભાગ લેવા 23-24 મે એ જાપાન જશે પ્રધાનમંત્રી

- Advertisement -

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન જાપાનના ટોકિયોમાં ક્વાડ સમિટમાં ભાગ લેવા આવી રહ્યા છે. આ દરમિયાન બાઈડેન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષિય બેઠક કરશે. બાઈડેનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારેઆ માહિતી આપી છે. તમને જણાવી દઈએ કે 23-24 મેના રોજ બંને નેતા ક્વાડ સમિટ બેઠક માટેજાપાન પહોંચશે. ઓસ્ટ્રેલિયા, ભારત, જાપાન અને યુનાઇટેડ સ્ટેટ્સ સાથે મળીને રચાયેલ ક્વાડ ટ્રમ્પ સરકારની ખાસ પહેલ હતી. જો કે, હવે જો બાઈડેન તેને નેતૃત્વના સ્તરે વધાર્યું છે. આ ક્વોડ સાથે અત્યાર સુધીમાં ત્રણ સમિટ થઈ ચૂકી છે. આ બાબતો પર થશે ચર્ચા મળતી માહિતી અનુસાર યુએસ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવને ડેઈલી વ્હાઇટ હાઉસની પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારો સાથે વાત કરી. આ દરમિયાન તેમણે આ શિખર સંમેલનનો પણ ઉલ્લેખ કર્યો અને ચાર દેશો વચ્ચેની વાતચીત અંગે પણ નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ જો બાઈડેન ટોક્યોની તેમની મુલાકાત દરમિયાન એક નવી અને મહત્વાકાંક્ષી આર્થિક પહેલ, ઈન્ડો-પેસિફિક ઈકોનોમિક ફ્રેમવર્ક પણ લોન્ચ કરશે, જે 21મી સદીની આર્થિક વ્યવસ્થા હશે.
આ યોજના નવા આર્થિક પડકારોને પહોંચી વળવા માટે બનાવવામા આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular