જામનગર શહેરમાં ફરી એક વખત ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ત્રણ દિવસમાં લઘુતમ તાપમાન બે ડિગ્રી જેટલુ વધ્યુ છે. આમ છતાં બર્ફીલા પવનોને કારણે શહેરીજનો તિવ્ર ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. લઘુતપ તાપમાન 15.5 ડિગ્રી નોંધાયું છે.
જામનગરમાં બે દવસ ગરમી જેવા વાતાવરણને પગલે શહેરીજનોને ઠંડીમાં આંશિક રાહત મળી હતી ત્યારબાદ ફરી એક વખત ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. જામનગર કલેકટર કચેરીના કંટ્રોલરૂમના જણાવ્યા અનુસાર આજે સવારે પુરા થતા 24 કલાક દરમિયાન લઘુતમ તાપમાન 15.5 ડિગ્રી, મહત્તમ તાપમાન 26.5 ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ 59% તથા પવનની ગતિ 9.4 કિ.મી./કલાકની નોંધાઈ હતી. 24 કલાકમાં લઘુતમ તાપમાનમાં એક ડિગ્રીનો વધારો થયો છે. આમ છતાં શહેરીજનો કોલ્ડ ેવનો સામનો કરી રહ્યા છે. બર્ફીલા પવનને કારણે વાતાવરણ ઠંડુગાર જોવા મળી રહ્યું છે. જેના પરિણામે શહેરીજનોએ તિવ્ર ઠંડીનો અનુભવ કર્યો હતો. ઠંડીને પરિણામે મોડીરાત્રિના લોકો તાપણાનો સહારો લેતા પણ જોવા મળી રહ્યા છે.
બુધવારે લઘુતમ તાપમાન 13.5 ડિગ્રી, ગુરૂવારે લઘુતમ તાપમાન 14.5 ડિગ્રી અને શુક્રવારે લઘુતમ તાપમાન 15.5 ડિગ્રી નોંધાયું હતું. પવનની ગતિ વધતા વાતાવરણ ટાઢુ બોર થયું છે. ઠંડીનો વધુ એક રાઉન્ડ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે ઠંડીથી રાહત મળે તેમ લોકો આશા રાખી રહ્યા છે.