ખંભાળિયા તાલુકાના દાતા ગામે રહેતા મધુબેન હર્ષદગીરી મોહનગીરી ગોસ્વામી નામના 52 વર્ષના મહિલાના પતિ હર્ષદગીરી ગોસ્વામીનું થોડા સમય પૂર્વે કોરોના કાળમાં મૃત્યુ થયું હતું. જેના કારણે તેઓ માનસિક રીતે અસ્વસ્થ રહેતા હતા.

આ પરિસ્થિતિમાં ગઈકાલે રવિવારે મધુબેને દાતા ગામે એક આસામીના પાણીના કુવામાં પડતું મુક્તા પાણીમાં ડૂબી જવાના કારણે તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પુત્ર જીતેન્દ્રગીરી હર્ષદગીરી ગોસ્વામી (ઉ.વ. 33, રહે. દાતા)એ અહીંની પોલીસને કરી છે.