Thursday, July 23, 2026
Homeરાજ્યહાલારબાઇક સ્લીપ થતાં બેશુદ્ધ થઇ ગયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત

બાઇક સ્લીપ થતાં બેશુદ્ધ થઇ ગયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત

એક સપ્તાહ પૂર્વે રાત્રિના સમયે અકસ્માત : ગંભીર ઇજા પહોંચતા બેશુદ્ધ થઇ ગયો : રાજકોટની હોસ્પિટલમાં સારવાર કારગત ન નિવડી : પોલીસે હાથ ધરી આગળની કાર્યવાહી

જામનગર નજીક કનસુમરા પાસેના પાર્ટી પ્લોટના રસ્તેથી પસાર થતાં યુવાનનું બાઇક સ્લીપ થઇ જતાં ઇજા પહોંચ્યા બાદ જામનગર અને ત્યારબાદ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેનું મોત નિપજયું હતું.

- Advertisement -

આ વિનાવની વિગત મુજબ જામનગર શહેરના શંકર ટેકરી, નવી નિશાળ પાસેના વિસ્તાર નજીક રહેતા રફીકભાઇ દોસ્તમામદભાઇ જેમલાણી (ઉ.વ.46) નામનો રિક્ષા ચલાવતો યુવાન ગત્ તા. 17ના રોજ રાત્રિના સમયે તેના જીજે10 એજી 0750 નંબરના બાઇક પર ઘરેથી કામસર નીકળ્યો હતો. અને કનસુમરા પાટિયાથી સંસ્કાર પાર્ટી પ્લોટના રસ્તા પર પહોંચતા યુવાનનું બાઇક કોઇ કારણસર સ્લીપ થઇ જતાં ગંભીર ઇજા પહોંચતા બેશુદ્ધ થઇ ગયો હતો. ત્યારબાદ યુવાનને 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ દ્વારા જામનગરની જી. જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની હાલત વધુ ગંભીર જણાતા યુવાનને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં ત્યાં તેનું સારવાર દરમ્યાન બુધવારે મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગેની જાણના આધારે હે.કો. એ.એમ. પીપરોત્તર તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular