Friday, March 21, 2025
Homeરાજ્યજામનગરસાઉથ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ વચ્ચેના મેચ પર જૂગાર રમાડતો શખ્સ ઝડપાયો

સાઉથ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ વચ્ચેના મેચ પર જૂગાર રમાડતો શખ્સ ઝડપાયો

સિટી બી ડીવીઝન પોલીસે રેઈડ દરમિયાન દબોચ્યો : રૂા.4000 નો મુદ્દામાલ કબ્જે: ખોડિયાર કોલોનીમાંથી વર્લીબાજ ઝડપાયો

જામનગર શહેરમાં ત્રણ દરવાજા પાસે જાહેરમાં આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી ક્રિકેટ મેચમાં સાઉથ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ વચ્ચેના સેમી ફાઈનલમાં ઓનલાઈન હારજીતનો જુગાર રમાડતા શખ્સને રૂા.4000 ની રોકડ રકમ સાથે લીધો હતો.

- Advertisement -

જૂગાર દરોડાની વિગત મુજબ જામનગર શહેરમાં ત્રણ દરવાજા પાસે જાહેરમાં આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી ક્રિકેટ મેચમાં બુધવારે સાઉથ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ વચ્ચેના સેમી ફાઈનલના પ્રસારણ ઉપર સોદા કરી રન ફેર અને હારજીતનો જૂગાર રમતા અજય નરહરદાન મીશણ નામના શખ્સને પીએસઆઈ એમ.વી. મોઢવાડિયા તથા સ્ટાફે ઝડપી લઇ રૂા.1000 ની રોકડ રકમ અને ત્રણ હજારનો મોબાઇલ ફોન સાથે ઝડપી લઇ પુછપરછ હાથ ધરતા આ જૂગારમાં હાપાના સુનીલ દલવાણીનું નામ ખુલતા પોલીસે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધ રી હતી.
બીજો દરોડો, જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં જાહેરમાં વર્લીમટકાના આંકડા લખી જૂગાર રમાડતા હોવાની બાતમીના આધારી સિટી સી ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન ઈમરાન ઈસ્માઈલ દલવાણી નામના શખ્સને વર્લી મટકાના સાહિત્ય અને રૂા.11600 ની રોકડ રકમ સાથે દબોચી લઇ વધુ પૂછપરછ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular