જામનગર શહેર પોલીસ દ્રારા ગઈકાલના રોજ દારુ સબંધી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું તે દરમિયાન એમ્યુઝમેન્ટ પાર્ક, મેહુલનગર વિસ્તારમાંથી એક શખ્સના રહેણાંક મકાને દરોડો પાડતા પોલીસને દારુની 6બોટલ મળી આવતા તેની અટકાયત કરી પૂછપરછમાં જામજોધપુરના શખ્સે દારુની સપ્લાય કરી હોવાનું સામે આવતા તેની તપાસ હાથ ધરી બન્ને વિરુધ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. અન્ય દરોડો જેમાં જામજોધપુરમાં પોલીસે ચેકિંગ દરમિયાન પાનીયાનેશમાં હોકળાના કાંઠેથી દારૂ બનાવવાનો 400 લીટર કાચો આથો જપ્ત કરી આરોપીની તપાસ હાથ ધરી છે.
જામનગર શહેર પોલીસ ચેકિંગમાં હતી તે દરમીયાન મેહુલનગર, એમ્યુઝમેન્ટ પાર્ક નજીક વિજયભાઈ કાનજીભાઈ કુવેચા નામના શખ્સના મકાને દરોડો પાડતા દારૂની 6 બોટલ મળી આવતા પોલીસે રૂ.3000ના મુદ્દામાલ સાથે આરોપીની અટકાયત કરી પૂછપરછ હાથ ધરતા જામજોધપુરમાં રહેતા યુનુસભાઈ સુલેમાનભાઈ રાવકડા નામના શખ્સે દારુની સપ્લાય કરી હોવાનું સામે આવતા પોલીસે તેની તપાસ હાથ ધરી બન્ને વિરુધ સીટી સી ડીવીઝનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જામજોધપુરના બાલવા ગામે પાનીયાનેશમાં હોકળાના કાંઠેથી પોલીસે ગઈકાલના રોજ દારુ બનાવવાનો 300 લીટર કાચો આથો જેની કિંમત રૂ.800નો જપ્ત કરી બાલવા ગામે રહેતા રાજાભાઈ બધાભાઈ હુણ નામના આરોપી તપાસ હાથ ધરી જામજોધપુર પોલીસે ગુન્હો નોંધ્યો હતો.