Saturday, October 12, 2024
Homeરાજ્યજામનગરગોકુલનગર માંથી જુગાર રમતા 6 શખ્સની ધરપકડ

ગોકુલનગર માંથી જુગાર રમતા 6 શખ્સની ધરપકડ

જામજોધપુરમાંથી તીનપત્તી ખેલતા 6 શખ્સ ઝબ્બે : પોલીસે બે દરોડામાં 13550નો મુદ્દામાલ જપ્ત કર્યો

- Advertisement -

જામનગર જીલ્લામાં જુગાર રમતા શખ્સો સામે પોલીસ દ્રારા રોજે કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે ગઈકાલના રોજ પોલીસ ગોકુલનગરમાં ચેકિંગમાં હતી તે દરમીયાન પાણાખાણ શેરી નં-2માંથી જુગાર રમતા છ શખ્સોની અટકાયત કરી રૂ.10,550ની રોકડ રકમ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.  અન્ય દરોડો જેમાં જામજોધપુર પોલીસે નદીના પટમાંથી તીનપત્તીનો જુગાર રમતા 6શખ્સોની ધરપકડ કરી રૂ.3020ની રોકડ રકમ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

જામનગર શહેરના ગોકુલનગર પાણાખાણ શેરી નં-2માં રાજેશભાઈ ગોવિંદભાઈ અધેરા, લાલદાસ જેન્તીલાલ ધાણીધારિયા, શંકર નથુની યાદવ, રાજુભાઈ ગોરખભાઈ ગોંડ, સુનીલકુમાર ગુરચરણ રાય, ભોલાભાઈ સુકાટીભાઈ ચૌધરી નામના શખ્સો જાહેરમાં બેસી તીનપત્તી રોનપોલીસ નામનો જુગાર રમી રહ્યા હતા તે દરમિયાન પોલીસે તમામની અટકાયત કરી રૂ.10,550ની રોકડ રકમ જપ્ત કરી સીટી સી ડીવીઝન પોલીસ દફતરમાં ગુન્હો નોંધ્યો હતો.

જામજોધપુર પોલીસ ચેકિંગમાં હતી તે દરમિયાન નદીના પટમાં છ જેટલા શખ્સો ગંજીપત્તાના પાના વડે જુગાર રમી રહ્યા હતા તે દરમિયાન અતુલભાઈ ચીમનભાઈ બકોરી, જીવાભાઈ મોહનભાઈ પરમાર, ભરતભાઈ મગનભાઈ સોલંકી, ભરતગીરી પ્રભાતગીરી ગૌસ્વામી, અરજણભાઈ મોહનભાઈ પરમાર, નટવર ઉર્ફે અતુલભાઈ મગનભાઈ પરમારની અટકાયત કરી રૂ.3020ની રોકડ રકમ જપ્ત કરી જાહેરનાના ભંગ બદલ તથા જગરધારા કલમ હેઠળ જામજોધપુર પોલીસ દફતરમાં ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular