Sunday, July 13, 2025
Homeરાજ્યજામનગરગાંજાનું વેચાણ કરતો શખ્સ ઝડપાયો

ગાંજાનું વેચાણ કરતો શખ્સ ઝડપાયો

મેઘપર પોલીસે ઉત્તરપ્રદેશના શખ્સને ગાંજાના જથ્થા સાથે દબોચ્યો : રોકડ અને મોબાઇલ સહિતનો મુદામાલ કબ્જે : મહિલા સહિતના બે શખ્સોની સંડોવણી ખુલી : પોલીસ દ્વારા કાર્યવાહી

જામનગર જિલ્લામાંથી અવારનવાર નશીલા પદાર્થનો જથ્થો મળી આવવાની ઘટનાઓ સમયાંતરે બનતી રહે છે. દરમ્યાન લાલપુર તાલુકાના જોગવડ ગામમાં ઇંટના ભઠ્ઠા પાસે ભાડાના મકાનમાં રહેતાં શખ્સને મેઘપર પોલીસે રેઇડ દરમ્યાન 1.105 કિ.ગ્રા. ગાંજો, રોકડ અને મોબાઇલ સાથે ઝડપી લઇ ત્રણ શખ્સ વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ બનાવની મળતી વિગત મુજબ લાલપુર તાલુકાના જોગવડ ગામની સીમમાં આવેલા ઇંટના ભઠ્ઠા નજીક રહેતાં પરપ્રાંતિય શખ્સના મકાનમાં ગાંજાનું વેચાણ થતું હોવાની બાતમીના આધારે પીઆઇ પી. પી. જયસ્વાલ તથા પીએસઆઇ એ. જી. જાડેજા સહિતના સ્ટાફએ રેઇડ દરમ્યાન ઉત્તર પ્રદેશના આઝમગઢ જિલ્લાના તહબલપુર તાલુકાના કોફિયાર ગામના વતની પ્રેમચંદ બ્રીજનાથ ચૌહાણના મકાનમાં તલાશી લેતાં મકાનમાંથી રૂા. 11,050ની કિંમતનો 1.105 કિ.ગ્રા. ગાંજાનો જથ્થો, રૂા. 500ની કિંમતનો મોબાઇલ ફોન તથા રૂા. 4920ની રોકડ રકમ, પ્લાસ્ટીકની જીપ લોકવાળા પાઉચ મળી કુલ રૂા. 16,470ની કિંમતના મુદામાલ સાથે ઝડપી લીધો હતો. તેની પૂછપરછ હાથ ધરતાં પ્રેમચંદએ આ ગાંજાનું વેચાણ તેના ભાભી સુનિતાબેન વિદ્યાંચલ યાદવ અને જગદીપસિંહ ઉર્ફે જગ્ગી લખબીરસિંઘ સહિતના ત્રણ શખ્સો સાથે મળી કરતો હોવાની કેફિયત આપી હતી. જેના આધારે પોલીસે ત્રણ શખ્સ વિરૂઘ્ધ ગુનો નોંધી મહિલા સહિતના બે શખ્સોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular