Friday, April 19, 2024
Homeરાજ્યજામનગરરામનવમીના પારણાનું લોહાણા જ્ઞાતિનું સમુહ ભોજન મોકૂફ

રામનવમીના પારણાનું લોહાણા જ્ઞાતિનું સમુહ ભોજન મોકૂફ

- Advertisement -

શ્રી રામ જન્મોત્સવ સમિતિ જામનગર દ્વારા દર વર્ષે ચેત્ર સુદ – 9 ને રામનવમીના પાવન પર્વે રધુવંશી સમાજના ઈષ્ટદેવ ભગવાન શ્રી રામચંદ્રજીનો પ્રાગ્ટય મહોત્સવ અને રામનવમીનો પવિત્ર તહેવાર હોય તેની ઉજવણીના ભાગરૂપે રામનવમીના બીજા દિવસે જામનગર શહેરના સમસ્ત રધુવંશી સમાજના લોકો માટે પારણાની નાત યાને સમુહ જ્ઞાતિ ભોજન રાખવામાં આવે છે પરંતુ હાલની પરિસ્થિતિને ધ્યાને લઈ આ વર્ષે પણ કોરોના સંક્રમણના કારણે સરકારની ગાઈડ લાઈન મુજબ સમાજના હેતાર્થે આવા કાર્યક્રમો કરી શકાય તેમ નથી જેથી આગામી ચૈત્ર સુદ – 9 ને તારીખ 21ના રોજ રામનવમીના પવિત્ર તહેવારે લોહાણા મહાજનવાડીમાં આવેલ શ્રીરામ મંદિરમા શાસ્ત્રોકત વિધિથી પૂજારી દ્વારા જ પૂજન કરવામાં આવશે, ભકતજનો માટે મંદિર બંધ રહેશે તેમજ બીજા દિવસે રધુવંશી સમાજના લોકો માટે પારણાની નાત યાને સમુહ જ્ઞાતિ ભોજનનો કાર્યક્રમ આ વર્ષે પણ મૌકુફ રાખવામાં આવેલ છે. જેની સર્વે જ્ઞાતિજનોએ નોંધ લેવા શ્રી રામ જન્મોત્સવ સમિતિના સદસ્ય જીતેન્દ્ર એચ.લાલ (જીતુલાલ) ની યાદી જણાવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular