જામનગર શહેરમાં દિગ્વીજય પ્લોટ વિસ્તારમાં આવેલા ફલેટમાંથી દારૂની મહેફીલ માણતા પાંચ શખ્સોને સિટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે અડધી ભરેલી દારૂની બોટલ અને પ્લાસ્ટિકના ગ્લાસ સાથે ઝડપી લીધા હતાં.
મળતી વિગત મુજબ, જામનગર શહેરના દિગ્વીજય પ્લોટ 58 વિસ્તારમાં આવેલા શ્રીરંગ એવન્યુ એપાર્ટમેન્ટમાં ફલેટ નંબર-103 માં ઈંગ્લીશ દારૂની મહેફીલ ચાલતી હોવાની મળેલી બાતમીના આધારે એલસીબી પીઆઈ વી.એમ. લગારીયા હેઠળ પીએસઆઈ પી એન મોરી, પીએસઆઈ સી.એમ. કાંટેલિયા તથા હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવડિયા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડિયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, ભરતભાઈ ડાંગર, ઘનશ્યામભાઈ ડેરવાડિયા, સુમિતભાઇ શિયાર, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, સુરેશભાઈ માલકિયા, ભારતીબેન ડાંગર, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના સ્ટાફે રેઈડ કરી હતી.
એલસીબીએ રેઈડ દરમિયાન મેહુલ નરશી ચાવડાને તેના ફલેટમાંથી રાહુલ દિપક નલાવર, નીતિન રામા મછોયા અને રૂતુરાજસિંહ ભરતસિંહ જાડેજા, શરદ નવીન પેસાવરીયા નામના પાંચ શખ્સોને રૂા.200 ની કિંમતની અડધી દારૂની બોટલ અને પ્લાસ્ટિકના પાંચ ગ્લાસ સહિત ઝડપી લીધા હતાં અને રેઈડ પૂર્વે નાશી ગયેલા દેવેન્દ્ર સહિતના છ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.