જામજોધપુર માર્કેટીંગ યાર્ડની ચૂંટણી યોજાનાર હોય જેના ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. આ યાર્ડની રસાકસી ભરી ચૂંટણીમાં વેપારી અગ્રણી અને જામજોધપુર તાલુકા રાજપૂત સમાજના પ્રમુખ કિશોરસિંહ જાડેજા તથા તેમના પત્ની અલકાબા જાડેજાએ પૂર્વમંત્રી ચીમનભાઇ સાપરિયા, પૂર્વ ધારાસભ્ય બ્રિજરાજસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં ઉમેદવારી ફોર્મ ભર્યુ હતું આ તકે વિશાળ સંખ્યામાં સમર્થકો તથા વિવિધ ગામોના રાજપૂત સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા.