Thursday, September 19, 2024
Homeરાજ્યજામનગરજામનગરના ચંગા ગામમાંથી તરૂણીનું લગ્નની લાલચ આપી અપહરણ

જામનગરના ચંગા ગામમાંથી તરૂણીનું લગ્નની લાલચ આપી અપહરણ

- Advertisement -

જામનગર તાલુકાના ચંગા ગામમાં રહેતી તરૂણીને લગ્ન કરવાની લાલચ આપી મધ્યપ્રદેશનો શખ્સ અપહરણ કરી ભગાડી ગયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના ચંગા ગામમાં રહેતા અને ખેતમજૂરી કરતા નિલેશસિંહ ભૂપતસિંહ ધુંધણ (જાડેજા) નામના યુવાનની 13 વર્ષની પુત્રી દેવ્યાંશીબા નામની તરૂણીને ગત તા.04 ના રોજ રાત્રિના સમયે મધ્યપ્રદેશના ધાર જિલ્લાના મેઘા ગામનો વતની સુભાષ મેડા નામનો શખ્સ લગ્ન કરવાની લાલચ આપી લલચાવી ફોસલાવી અપહરણ કરી ભગાડી ગયો હતો. આ અંગેની તરૂણીના પિતા દ્વારા જાણ કરાતા પંચ બી પોલીસ સ્ટાફે તરૂણી અને અપહરણ કરનાર શખ્સની શોધખોળ હાથ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular