Saturday, April 20, 2024
Homeરાજ્યજામનગરખોડલધામ નવરાત્રી મહોત્સવની તૈયારીનો ધમધામટ

ખોડલધામ નવરાત્રી મહોત્સવની તૈયારીનો ધમધામટ

જામનગરમાં 2 હજાર ખેલૈયાઓ રમી શકે અને 5 હજાર પ્રેક્ષકો નવરાત્રી ગરબા નિહાળી શકે તેવું આયોજન

- Advertisement -

નવલા નોરતાને હવે ગણતરીનાં જ દિવસો બાકી રહયા છે. ત્યારે ખોડલધામ પરિવાર જામનગર દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવ-2022ની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ગરબાની રમઝટ બોલાવવા ખેલૈયાઓ થનગની રહયા છે. ત્યારે જામનગરમા ખોડલધામ સમિતિ, ખોડલધામ પરીવાર જામનગર દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવ -2022 માટે લાલપુર બાયપાસ પાસે, સેટેલાઇટ પાર્ટી પ્લોટ ખાતે 2 હજાર ખેલૈયાઓ રમી શકે અને 5 હજાર પ્રેક્ષકો નવરાત્રી ગરબા નિહાળી શકે તેવું આયોજન કરવામાં આવ્યુ છે. સંપુર્ણ લેઉઆ પટેલ સમાજના પારીવારીક માહોલ અને સલામતી સુરક્ષાનાં સજજડ ધારાધોરણ હેઠળ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે. ખ્યાતનામ ઓરકેસ્ટ્રા મ્યુઝીક ચેતન પટેલનાં સથવારે જાણીતા ગાયકવૃંદ રાકેશ બારોટ, માલા નિમાવત, ભાવના ઠાકર, જયા પટેલ, સાથે રોશનીનાં ઝળહળાટ વચ્ચે યોજાનાર આ રાસોત્સવનાં સિઝન પાસનુ બુકીંગ શરુ થઇ ગયુ છે. કોરોના કાળની વિકટ પરિસ્થિતિના સમય બાદ આ વર્ષે ખોડલધામ નવરાત્રી જામનગર પરીવાર રાસોત્સવને પ્રચંડ પ્રતિસાદ મળી રહયો છે. સિઝન પાસ પણ હવે બહુ ઓછી સંખ્યામાં બાકી રહયા છે. તો આયોજકોએ ખેલૈયાઓને વહેલી તકે પાસ મેળવી લેવા અપીલ કરી છે. ખેલૈયાઓને સીઝન પાસ સહેલાઇથી મળી રહે એ માટે વિતરણની વ્યવસ્થા શહેરનાં જુદા જુદા વિસ્તારોમાં રાખેલી છે . જેમાં 20 સ્થળો પર સિઝન પાસ મેળવી શકાશે. ખોડલધામ સમિતિના મુખ્ય 11 સભ્યોની આગેવાની હેઠળ આ રાસોત્સવને સફળ બનાવવા અન્ય ટિમ પણ જહેમત ઉઠાવી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular