Friday, October 7, 2022
Homeરાજ્યખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારની સગર્ભા મહિલા તથા બાળક માટે 108 બની સંજીવની

ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારની સગર્ભા મહિલા તથા બાળક માટે 108 બની સંજીવની

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લાની 108 ટીમ દ્વારા વધુ એક વખત સરાહનીય કામગીરી કરવામાં આવી છે.

- Advertisement -

ખંભાળિયાના નાના આસોટા ગામના એક મહિલાને પ્રસુતિની પીડા વધતા આ અંગે તેમના પરિવારજનો દ્વારા ઈમરજન્સી 108 નો સંપર્ક કરવામાં આવ્યો હતો. જેથી ખંભાળિયા- રામનગર 108 ની ટીમના ઈ.એમ.ટી. દિનેશ જાડેજા અને પાયલોટ ઈમ્તિયાઝ ભંડેરી તાકીદે આ સ્થળે દોડી ગયા હતા.

અહીં રહેલા સગર્ભા મહિલાને પ્રસુતિ અનિવાર્ય હોવાથી ખંભાળિયાની હોસ્પિટલમાં પ્રસુતિ માટે લઈ જવામાં આવી રહ્યા હતા. ત્યારે આ મહિલાને પ્રસુતિની પીડા વધી જતા 108 વાનમાં જ પ્રસુતિ કરવી અનિવાર્ય બની રહી હતી. જેથી 108 ના સ્ટાફ દ્વારા આ અંગેની તાકીદના પગલાં દરમિયાન ગર્ભમાં રહેલા બાળકના ગળામાં ગર્ભનાળ વીંટળાઈ ગયેલ હોવા છતાં પણ 108 ના સ્ટાફે સફળતાપૂર્વક આ મહિલાની પ્રસુતિ કરાવી, માતા તેમજ નવજાત બાળકીને સલામત રીતે બચાવવામાં સફળતા મેળવી હતી.

- Advertisement -

બાદમાં મહિલાને ખંભાળિયાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 108 દ્વારા વધુ એક વખત આ નોંધપાત્ર સેવા કામગીરીથી મહિલાના પરિવારનોએ રાહત સાથે આભારની લાગણી વ્યક્ત કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular