Tuesday, October 8, 2024
Homeરાષ્ટ્રીયટોકીયો ઓલિમ્પિકમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવનાર નીરજ ચોપરાને ખેલરત્ન એવોર્ડ એનાયત

ટોકીયો ઓલિમ્પિકમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવનાર નીરજ ચોપરાને ખેલરત્ન એવોર્ડ એનાયત

શિખર ધવનને અર્જુન એવોર્ડ એનાયત કરતા રાષ્ટ્રપતિ

- Advertisement -

- Advertisement -

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા આજરોજ નવી દિલ્હી ખાતે ખેલ એવોર્ડથી સન્માનીત ખેલાડીઓને એવોર્ડ વિતરણ કર્યું હતું. ટોકિયો ઓલિમ્પિક 2020માં ભારત માટે ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપરા સહિત કુલ 12 ખેલાડીઓને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત કરાયા હતાં. આ ઉપરાંત ક્રિકેટર શિખર ધવનને અર્જુન એવોર્ડ એનાયત કરાયો હતો.

ખેલ રત્ન અવોર્ડ મેળવનાર ખેલાડીઓ

- Advertisement -

નીરજ ચોપરા (ભાલાફેંક)

મિતાલી રાજ (ક્રિકેટર)

- Advertisement -

સુનીલ છેત્રી (ફુટબોલ)
લવલીના બોરગોહેન (રેસલર)
પ્રમોદ ભગત (પેરા બેડમિન્ટન)
અવની લેખરા (શૂટિંગ)
મનીષ નરવાલ (શૂટર)
સુમિત અંતિલ (ભાલાફેંક)
પીઆર શ્રીજેશ (હોકી)
મનપ્રીત સિંહ (હોકી)

અર્જુન અવોર્ડ મેળવનાર ખેલાડીઓ

શિખર ધવન (ક્રિકેટર), મોનિકા (હોકી), દીપક પૂનિયા (રેસલિંગ), અરવિંદર સિંહ (એથ્લેટિક્સ), સમિરન જીત કૌર (બોક્સિંગ), સંદીપ નારવાલ (કબડ્ડી), સિંધરાજ અઢાના (શૂટર), વંદના કટારિયા (હોકી), અભિષેક વર્મા (શૂટર), અંકિતા રૈના (ટેનિસ), યોગેશ (પેરા એથ્લેટિક્સ), નિશાદ કુમાર (પેરા એથ્લેટિક્સ), પ્રવીણ કુમાર (પેરા એથ્લેટિક્સ), સુહાસ યથિરાજ (બેડમિન્ટન), ભાવિના પટેલ (ટેબલ ટેનિસ), હરવિંદર સિંહ (પેરા એથ્લેટિક્સ), સરત કુમાર (પેરા એથ્લેટિક્સ)

હોકી: દિલપ્રીત સિંહ, હરમનપ્રીત સિંહ, સુરેન્દ્ર કુમાર, રુપિંદરપાલ સિંહ, અમિત રોહિદાસ, સુમિત, બીરેન્દ્ર લાખરા, નીલકાંત શર્મા, હાર્દિક સિંહ, મંદીપ સિંહ, વિવેક સાગર, સમસેર સિંહ, લલિત કુમાર, વરુણ કુમાર, સિમરજીત સિંહ (હોકી)+

દ્રોણાચાર્ય અવોર્ડ મેળવનાર ખેલાડીઓ

પ્રિતમ સિવાચ (હોકી કોચ)
જયપ્રકાશ નૌટીયાલ (પેરાશૂટીંગ કોચ)
સુબ્રમણ્યમ રમન (ટેબલ ટેનિસ કોચ)
ડો. તપન કુમાર (સ્વિમિંગ કોચ)
રાધાકૃષ્ણન નાયર પી (એથ્લેટિક્સ કોચ)
સંધ્યા ગુરુંગ (બોક્સિંગ કોચ)
સરકાર તલવાર (ક્રિકેટ કોચ)
આસન કુમાર (કબડ્ડી કોચ)
ટીપી ઓસેફ (એથ્લેટિક્સ કોચ)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular