Thursday, September 19, 2024
Homeરાજ્યજામનગરજામનગર નજીકથી ડબલ બેરેલ વાળા તમંચા સાથે શખ્સ ઝબ્બે

જામનગર નજીકથી ડબલ બેરેલ વાળા તમંચા સાથે શખ્સ ઝબ્બે

ઠેબા ચોકડી નજીકથી રીક્ષામાંથી પંચકોશી બી ડીવીઝન પોલીસે દબોચ્યો : અઢી હજારનો કટ્ટો કબ્જે કર્યો

- Advertisement -

જામનગર ઠેબા ચોકડી ચેક પોસ્ટ પાસેથી પસાર થતા રીક્ષામાં બેસેલા મુસાફરને દબોચી લઇ તેની પાસેથી ડબલ બેરેલ વાળો તમંચો (કટ્ટો) સાથે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરી હતી.

- Advertisement -

મળતી વિગત મુજબ, જામનગર નજીક ઠેબા ચોકડી પાસેથી રીક્ષામાં તમંચા સાથે શખ્સ પસાર થવાની એએસઆઈ એમ.એ. જાડેજા, પો.કો. સુમિત શીયાર અને મેહુલ વિસાણીને મળેલીને સંયુકત બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ તથા ડીવાયએસપી આર બી દેવધાની સૂચના મુજબ પ્રો. આઈપીએસ અજયકુમાર મીણા, પીએસઆઈ સી.એમ.કાંટેલિયા, એએસઆઇ એમ.એલ. જાડેજા, પી.કે. જાડેજા, પો.કો. ભયપાલસિંહ જાડેજા, હરપાલસિંહ જાડેજા, પોલાભાઈ ઓડેદરા, મેહુલ વિસાણી તથા સ્ટાફે વોચ ગોઠવી હતી અને બાતમી મુજબની જીજે-10-ટીડબલ્યુ-1404 નંબરની રીક્ષા પસાર થતા પોલીસે પેસેન્જર રીક્ષાને આંતરીને અંદર બેસેલા કમાલ મુખ્તાર અંસારી (ઉ.વ.18) (રહે. દરેડ, મુળ ઉત્તરપ્રદેશ) ના વતનીની તલાસી લેતા તેના કબ્જામાંથી દેશી હાથ બનાવટનો લોખંડનો ડબલ બેરેલ વાળો તમંચો (કટ્ટો) મળી આવતા પોલીસે રૂા.2500 ની કિંમતનો તમંચો કબ્જે કરી કમાલ વિરૂધ્ધ પૂછપરછ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular