Tuesday, December 3, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં મહાવીરસ્વામી ભગવાનનું 2622મું જન્મ કલ્યાણક - VIDEO

જામનગરમાં મહાવીરસ્વામી ભગવાનનું 2622મું જન્મ કલ્યાણક – VIDEO

જગતશેખર વિજયજી મ.સા.ની નિશ્રામાં મહાવીર જયંતિની ઉજવણી

- Advertisement -

જામનગરમાં મહાવીરસ્વામી ભગવાનનું 2622મું જન્મ કલ્યાણક નિમિત્તે સમસ્ત જામનગર જૈન સંઘ દ્વારા પૂ. જગતશેખરવિજયજી મ.સા.ની નિશ્રામાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -

જૈનોના જ નહીં પરંતુ સમસ્ત માનવ જાતને અહિંસાનો સંદેશ આપનાર ભગવાન શ્રી મહાવીરસ્વામીનો આવતીકાલે 2622મું જન્મકલ્યાણક છે. આ વર્ષે જૈનોના વિશા શ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ જૈન સંઘ (પાઠશાળા સંઘ), જામનગર વિશા ઓશવાળ જ્ઞાતિ, શાંતિભુવન જૈન સંઘ, દેવબાગ જૈન સંઘ, અચ્છલગચ્છ જૈન સંઘ, ખરતરગચ્છ જૈન સંઘ, પોપટ ધારશી જૈન સંઘ, ઓશવાળ કોલોની જૈન સંઘ, દિગ્વિજ્ય પ્લોટ જૈન સંઘ, મોહનનગર જૈન સંઘ, જૈન દર્શક ઉપાસક સંઘ (પેલેસ), કામદાર કોલોની જૈન સંઘ, પટેલ કોલોની જૈન સંઘ, લાલાવાડી જૈન સંઘ, ચંપાવિહાર જૈન સંઘ સાથે મળીને શહેરના ચાંદીબજાર શેઠજી દેરાસરથી સવારે 6:30 વાગ્યે વરઘોડો (રથયાત્રા)માં તમામ જૈન સંઘમાં પધારેલા સાધુ ભગવંતો, સાધ્વીજીઓ, સંઘના ભાઇઓ-બહેનો, બાળકો, બાલિકાઓ મોટી સંખ્યામાં જોડાશે. વરઘોડો ચાંદીબજાર શેઠજી દેરાસરથી પારસધામ, બેડી ગેઇટ, ટાઉનહોલ, લાલબંગલો, પોપટ ધારશી દેરાસર, જી.જી. હોસ્પિટલ, ડીકેવી સર્કલ થઇ પેલેસ દેરાસર મહાવીરસ્વામી જિનાલયએ પૂર્ણ થયો હતો. જ્યાં રથયાત્રામાં જોડાયેલા તમામને નવકારશીનો લાભ લીધો હતો.
આ રથયાત્રામાં પ્રભુના બે ચાંદીના રથને ખેંચતા યુવાનો, પ્રભુને બે ચાંદીના રથને પ્રદક્ષિણા આપીને નૃત્ય કરતાં સેંકડો યુવાનો, અદ્ભૂત બેન્ડ, 13 ફૂટના માનવો, નવપદના અલગ વર્ણધારી બાઇક સવારો, વિવિધ પાઠશાળાના દિકરા-દિકરીઓની વેશભૂષા, રોડ પર ચાલતું એરોપ્લેન, લાઇવ રંગોળી, થાળી ભ્રમણ, ચામર નૃત્ય કરતાં ટીનએજર્સ, શાસન ધ્વજને લહેરાવતા યુવાનો, રંગેરંગી બાંધણીમાં બેડાવાળી બહેનો, શાસન પ્રભાવના કરતી અનુકંપાની વાન તથા ઇન્દ્રધજા/સૂર્યચંદ્ર વગેરે આકર્ષણ જમાવ્યું હતું.
આ તકે વિશા શ્રીમાળી પ્રમુખ ભરતભાઇ વસા, પેલેસ જૈન સંઘના મહેશભાઇ મહેતા, સમસ્ત જૈન સમાજના વિજયભાઇ શેઠ, દેવબાગ જૈન સંઘના નિલેશભાઇ શાહ, જૈન અગ્રણી ભરતભાઇ પટેલ, સમસ્ત જૈન સંઘના પ્રમુખ નિલેશભાઇ કગથરા, હાલારી વિશાશ્રીમાળી સ્થાપકના પ્રમુખ રાજુભાઇ શાહ ઉપસ્થિત રહ્યા હતાં. આ દોઢ કિલોમીટરની શોભાયાત્રામાં 9 બગીઓ અને 10 ગાડીઓ સહિત ભગવાનનો રથ જોડાયો હતો અને આશરે 4 થી 5 હજાર લોકોએ આ શોભાયાત્રામાં જોડાઇને ઉજવણી કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular