Wednesday, April 30, 2025
Homeરાજ્યજામનગરજામનગરની કોર્ટ કમ્પાઉન્ડના પાર્કિંગમાં યુવાનને ધમકી

જામનગરની કોર્ટ કમ્પાઉન્ડના પાર્કિંગમાં યુવાનને ધમકી

જામનગર શહેરમાં લાલ બંગલા કોર્ટ કમ્પાઉન્ડની પાછળ આવેલા પાર્કિંગમાં યુવાનને ધ્રોલના શખ્સે નેફામાંથી છરી કાઢી ગાળો અપી મારી નાખવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર શહેરના રામેશ્વરનગર વિસ્તારમાં રહેતાં અભયરાજસિંહ ઘનશ્યામસિંહ જાડેજા નામનો યુવાન ગત તા. 30 એપ્રિલના રોજ સવારના સમયે લાલબંગલા કોર્ટ સંકુલમાં નવી બિલ્ડિંગ પાછળ પાર્કિંગમાં તેનું બાઈક પાર્ક કરી કોર્ટમાં જતો હતો તે દરમિયાન નરેન્દ્રસિંહ હરદેવસિંહ ઝાલા (રહે. ધ્રોલ) નામના શખ્સે અભયરાજસિંહની પાસે આવી નેફામાંથી છરી કાઢી ગાળો આપી હતી. અને પતાવી દેવાની ધમકી આપી હતી. ધમકીના બનાવમાં એએસઆઈ કે.પી.જાડેજા તથા સ્ટાફે નરેન્દ્રસિંહ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular