Wednesday, December 4, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાંથી ચાર વ્યાજખોરને ઝડપી લેતી પોલીસ

જામનગર શહેરમાંથી ચાર વ્યાજખોરને ઝડપી લેતી પોલીસ

- Advertisement -

જામનગર શહેરમાં સિટી બી ડીવીઝનમાં નોંધાયેલા ગુજરાત નાણા ધિરધાર એકટ હેઠળના ગુનામાં પોલીસે નાસતા ફરતા શખ્સને ઝડપી લઇ ચેક કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર સહિત સમગ્ર રાજ્યમાં વ્યાજખોરો સામે હાથ ધરવામાં આવેલી કડક કાર્યવાહી અંતર્ગત જામનગર શહેરના સિટી બી ડીવીઝનમાં નોંધાયેલા ગુનામાં પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ તથા નાયબ પોલીસ અધિક્ષક જે એન ઝાલાની સુચનાથી પીઆઈ પી પી ઝા ના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ ડી જી રાજ તથા પો.કો. ધર્મેન્દ્રસિંહ વાઢેર સહિતના સ્ટાફે અર્જુનસિંહ નારુભા જાડેજા, જયરાજસિંહ નારુભા જાડેજા, સલીમ અલ્લારખા સમા અને રાજ વિજય હેરભા નામના ચાર શખ્સોનીની અટકાયત કરી આરોપી પાસે રહેલ વ્યાજખોરીનો ભોગ બનનારનો ચેક કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular