જામનગર શહેરમાં બે સ્માર્ટ સ્કૂલ બનાવવા તેમજ જુદા-જુદા વિસ્તારોમાં ભરાતી ગુજરી બજારોને હવેથી એક જ સ્થળે નદીના પટમાં ભરવા સહિતના વિવિધ કામો સહિતની બાબતોના વિકાસ કાર્યોની દરખાસ્તોને ગઇકાલે મળેલી સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં મંજૂરી વામાં આવી હતી. આ સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં કુલ રૂા. 3.42 કરોડના વિકાસકામોને બહાલી આપવામાં આવી હતી. ગઇકાલે જામનગર મહાનગર પાલિકાના સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન નિલેશભાઇ કગથરાના અધ્યક્ષસ્થાને સ્ટેન્ડીંગ કમિટીની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જામનગર શહેરમાં જુદા-જુદા વિસ્તારોમાં ભરાતી જુની વસ્તુઓની ગુજરી બજારને કારણે સર્જાતી સમસ્યાઓ હોવાની રજૂઆતો બાદ હવેથી ગુજરી બજાર એકમાત્ર રંગમતિ નદીના પટવળ જગ્યામાં ભરવા દેવા અંગેની કમિશનરની દરખાસ્તનો સ્ટેન્ડીંગ કમિટીએ સૈધ્ધાંતિક સ્વીકાર કર્યો હતો. જેથી જુદા-જુદા વિસ્તારોમાં ભરતી ગુજરી બજાર હવે એક જ સ્થળે નદીના પટમાં ભરાશે. આથી વિવિધ વિસ્તારોમાં થતી ટ્રાફિક સહિતની સમસ્યા ઘટશે. આ ઉપરાંત આ બેઠકમાં જામનગર શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની દેવરાજ દેપાળ પ્રાથમિક શાળા અને સોનલનગર પ્રાથમિક શાળાઓને સ્માર્ટ શાળા તરીકે ડેવલોપ કરવાન 69.20 ાખના ખર્ચને મંજૂરી આપવામાં આવી હતી.

આ ઉપરાંત આ બેઠકમાં કલાને ઉતેજન આપવા માટેની રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી સંગીતના કાર્યક્રમો માટે રૂા. 14.99નો ખર્ચ, ટાઉનહોલથી સાત રસ્તા સુધીના ગૌરવપથ તેમજ સુભાષબ્રીજથી ગુલાબનગર એન્ટ્રી ગેઇટ રોડ ઉપર સેન્ટ્રલ લાઇટના કામ માટે રૂા. 49.15 લાખ, સાત રસ્તા સર્કલથી દિગ્જામ સર્કલ તથા સાત રસ્તાથી ગોકુલનગર જકાતનાકા રોડમાં સેન્ટ્રલ લાઇટીંગ માટે રૂા. 33.70 ાખ, વો્ડ નં. 10માં કૈલાશપાર્ક અને રાજપાર્કમાં રૂા. 18.68 લાખ, સી.સી. રોડ અને સી.સી. બ્લોક માટે વોર્ડ નં. 10માં નાગેશ્ર્વર ઉદાસીન બાપુના આશ્રમ પાસે રૂા. 8.64 લાખના ખર્ચે સી.સી. બ્લોકના કામ, વોર્ડ નં. 2,3 અને 4માં પટેલ સમાજથી શિવાલય એક સુધી સી.સી. રોડનું કામ,શેરી નં.પ, શેરી નં. એ/પ/બી, પટેલ સમાજની પાછળની શેરીમાં સી.સી. રોડ, શેરી નં. સી, 4/ડીમાં સી.સી. રોડ, શેરી નં. સી/પ/ડી, શેરી નં. સી/6/ડી, શેરી નં. સી/7/ડીમાં સી.સી. રોડના કામો ાટે રૂ. 35 લાખનો ખર્ચ, જીઆઇડીસી નજીક કનસુમરા ગામમાં ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં રૂા. 52.35 લાખના ખર્ચે 27 મીટર પહોળા સી.સી. રોડના કામને મંજૂરી અપાઇ હતી.
15માં નાણાંપંચની ગ્રાન્ટ અંતર્ગત સાંસદ પુનમબેન માડમના સૂચન અન્વયે વોર્ડ નં. 1માં બેડેશ્ર્વર વિસ્તારમાં ગિરીરાજ ઓઇલ મિલ પાસે રૂા. 41.66 લાખના ખર્ચે સી.સી. રોડને મંજૂરી અપાઇ હતી. વોર્ડ નં. 10માં કાશી વિશ્ર્વનાથ મંદિરની જગ્યામાં રૂા. 15 લાખના ખર્ચે ડોમ બનાવા સહિત કલ રૂા. 3.42 કરોડના કામોને મંજૂરી આપવામાં આવી હતી. આ સ્ટેન્ડીંગ કમિટીમાં મેયર વિનોદભાઇ ખીમસૂર્યા, ડેપ્યુટી મેટર ક્રિષ્નાબેન સોઢા, કમિશનર ડી.એન. મોદી, ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, સીટી એન્જીનિયર ભાવેશભાઇ જાની, ઇન્ચાર્જ આસી. કમિશનર (ટેકસ) જીગ્નેશ નિર્મળ તેમજ સ્ટેન્ડીંગ કમિટીના 8 સભ્યો ઉપસ્થિત રહયા હતા.