Saturday, December 7, 2024
Homeરાજ્યહાલારઆવતીકાલે દ્વારકાધીશ જગતમંદિરમાં ઊજવાશે તુલસી વિવાહ મહોત્સવ

આવતીકાલે દ્વારકાધીશ જગતમંદિરમાં ઊજવાશે તુલસી વિવાહ મહોત્સવ

- Advertisement -

તા.12 ના રોજ કારતક સુદ એકાદશીના શુભદિને દ્વારકાધીશ જગતમંદિરમાં ઠાકોરજી તથા તુલસીજીના પરંપરાગત રીતે ધામધૂમપૂર્વક લગ્ન યોજાશે. દર વર્ષે આ દિવસે દેવઉઠી એકાદશી અથવા તો દેવપ્રબોધિની એકાદશી તરીકે પણ ઉજવવામાં આવે છે. આ દિવસે ચાતુર્માસની સમાપ્તિ થાય છે અને અષાઢ સુદ અગિયારસથી સતત ચાર માસ સુધી યોગનિદ્રામાં શયન કરી રહેલા ભગવાનને જગાડવામાં આવે છે. આથી જ આ દિવસને દેવઉઠી અગિયારસ પણ કહેવાય છે. દેવશયનીથી બંધ થયેલ શુભ-માંગલિક કાર્યો દેવઉઠી એકાદશીથી પુન: શરૂ થઈ જાય છે.

- Advertisement -

દ્વારકાધીશ મંદિર પરિસરમાં શારદાપીઠ સંચાલિત રાણીવાસના મંદિરોના પૂજારી વિજયભાઈ તથા આનંદભાઈ ઉપાધ્યાયના જણાવ્યા મુજબ સાંજે 6 વાગ્યે મંદિર પરિસરના રાણીવાસમાં આવેલા ગોપાલજી સ્વરૂપનો ભવ્ય વરઘોડો વાજતે ગાજતે નિકળશે. જે શહેરના રાજમાર્ગો પર ફરી પુન: રાણીવાસમાં ધરે. રાત્રિના રાણીવાસ પરિસરમાં શ્રીજીના તુલસીજી સાથે ભવ્ય લગ્નોત્સવ યોજાશે. જગતમંદિર પૂજારીના જણાવ્યા મુજબ સાંજે ગૌધુલીક સમયે નિજમંદિરમાં ઠાકોરજીના બાલસ્વરૂપનું શાસ્ત્રોકત વિધિ અને મંત્રોચ્ચાર સાથે તુલસીજી સાથે લગ્નોત્સવ યોજાશે. આ પ્રસંગનો લ્હાવો લેવા સમગ્ર દ્વારકાવાસીઓ તથા ભકતજનોને વારાદાર પૂજારી તરફથી આમંત્રણ પાઠવ્યું છે.

શ્રીજી ભગવાનના તુલસી માતા સાથેના વિવાહના કારતક સુદ અગિયારસના યોજવામાં આવે છે. કારતક સુદ નોમથી તુલસીવાસનું વ્રત કરનાર બારસના દિવસે પારણા કરે છે. આ દિવસે ભગવાન વિષ્ણુના દરેક સ્વરૂપની ષોડશોપચાર પૂજા કરી શંખ, ઘંટ અને મૃદંગના નાદ સાથે મંત્ર પુષ્પાંજલિ અર્પણ કરાય છે. તુલસીમાતાને સૌભાગ્યવતીનો શણગાર કરી શાલીગ્રામની સાત પ્રદક્ષિણા કરવામાં આવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular