Saturday, December 7, 2024
Homeહેલ્થ એન્ડ વેલનેસશું તમે જાણો છો શરદી શા માટે થાય છે ???

શું તમે જાણો છો શરદી શા માટે થાય છે ???

- Advertisement -

શિયાળાની ધીમાપગે શરૂઆત થઈ જતાં દરેક ઘરના લોકોની એક સામાન્ય સમસ્યા બની જાય છે. શરદી, સામાન્ય રીતે એક પ્રકારનું વાયરલ સંક્રમણ છે. શિયાળાની ઋતુમાં આ સંક્રમણ વધવા લાગે છે. બદલતી ઋતુના સમયગાળામાં શરીરમાં ઈમ્યુનિટી ઓછી થઈ જાય છે. ત્યારે સર્દી થવાના અમુક કોમન કારણ હોય છે તો ચાલો જાણીએ શરદી કઈ રીતે થાય છે?

- Advertisement -

નીચુ તાપમાન અને ભેજ વાયરસ અને બેકટેરીયાને ખીલવા દે છે અને સામાન્ય શરદીનું કારણ રાયનો વાયરસ ઝડપથી ફેલાય છે.

શિયાળામાં શરીરનું આંતરિક તાપમાન ઘટી જાય છે અને તેનાથી આપણી રોગપ્રતિકારક શકિત પણ નબળી પડી શકે છે.

- Advertisement -

શિયાળામાં ઋતુમાં દિવસ ટુંકો હોય છે. અને સુર્યપ્રકાશ ઓછો હોય શરીરમાં વિટામિનનું સ્તર ઘટે છે. જ્યારે રોગપ્રતિકારક શકિત માટે વિટામિન ડી નું યોગ્ય સ્તર જરૂરી છે.

શિયાળામાં હવા સામાન્ય રીતે શુષ્ક હોય છે, જેના કારણે શરીરની અંદરની ભેજ પણ ઓછું થઈ જાય છે. સુકી હવા, ના અે ગાના મ્યુકોસલ પેશીઓને સુકવી પડે છે. જે શરીરની સંરક્ષણ પ્રણાલીને નબળી બનાવે છે.

- Advertisement -

આમ, શિયાળામાં શરદીના કેસો વધુ જોવા મળે છે. ત્યારે શરદી મટાડવા માટે ઘર ગથ્થુ ઉપચારો કે આયુર્વેદની દ્રષ્ટિએ ઉપાયો કરી શકાય અને શરદીથી પોતાના સ્વાસ્થ્યને બચાવી શકાય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular