Sunday, October 6, 2024
Homeઆંતરરાષ્ટ્રીયઅમેરિકી પોપ સ્ટારના ખેડૂત આંદોલન અંગેના ટ્વીટને લઇને કંગનાએ આપ્યો જડબાતોડ જવાબ

અમેરિકી પોપ સ્ટારના ખેડૂત આંદોલન અંગેના ટ્વીટને લઇને કંગનાએ આપ્યો જડબાતોડ જવાબ

- Advertisement -

આજે ખેડૂત આંદોલનનો 70મો દિવસ છે. ત્યારે કંગના રનૌતે જે ટ્વીટ કર્યું તે અત્યારે ચર્ચામાં છે. અમેરિકાની એક પોપસ્ટાર રિહાનાએ ટ્વીટ કર્યું છે કે શા માટે આપણે ખેડૂત આંદોલન વિષે વાત કરતા નથી. તેના જવાબમાં કંગના રનૌતે કહ્યુ છે કે તેઓ ખેડૂતો નહી આતંકવાદીઓ છે.

- Advertisement -

અમેરિકી પોપ સ્ટાર રિહાનાએ ટ્વીટ કર્યું છે કે , શા માટે આપણે આ વિષે વાત કરતા નથી  #Farmerprotest” તેણે ખેડૂત આંદોલનને લઇને આ ટ્વીટ કર્યું છે. જયારે હંમેશા વિવાદોમાં રહેતી અને જડબાતોડ જવાબ આપતી બોલીવુડ અભિનેત્રી કંગના રનૌતે તેના જવાબમાં કહ્યું છે કે , “ ખેડૂત અંદોલન વિષે કોઈ વાત એટલા માટે નથી કરી રહ્યું કારણકે તેઓ ખેડૂત નહિ પરંતુ આતંકવાદીઓ છે જે ભારતના ભાગલા કરવા માગે છે. જેથી ચીન જેવા દેશો અમારા રાષ્ટ્ર પર કબ્જો જમાવી લે અને USA જેવી ચાઈનીઝ કોલોની બનાવી દે. તું ચુપ બેસ મુર્ખ અમે તારી જેમ નથી કે પોતાના દેશને  વહેચી દઈએ. અંતે ઉલ્લેખનીય છે કે કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો છેલ્લા 70 દિવસથી આંદોલન કરી રહ્યા છે. ત્યારે રાકેશ ટીકૈતે પ્રતિક્રિયા પણ આપી છે કે ખેડુત આંદોલન ઓક્ટોબર સુધી પૂર્ણ નહી થાય. ત્યારે કંગના રનૌતના ટ્વીટને લઇને ખેડૂત આંદોલનમાં નવો વણાંક આવે તેવી શક્યતાઓ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular