Friday, December 6, 2024
Homeરાજ્યગુજરાતબુલેટ પર રોફ જમાવતાં અને સાયલેન્સરના અવાજ બદલનાર વિરુધ પગલા લેવાશે !

બુલેટ પર રોફ જમાવતાં અને સાયલેન્સરના અવાજ બદલનાર વિરુધ પગલા લેવાશે !

- Advertisement -

ગુજરાતના અનેક શહેરોમાં યુવકો બુલેટ લઇને પોતાનો રોફ જમાવવા માટે બેફામ ડ્રાઈવિંગ કરતા હોય છે તો સાયલેન્સરના અવાજો બદલાવીને લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષાય તેવા પ્રયાસો કરતા હોય છે જેને લઇને વાહનવ્યવહાર મંત્રી આરસી ફળદુ દ્રારા ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાનું ધ્યાન દોરવામાં આવ્યું છે અને  વાહનવ્યવહાર વિભાગના અધિક મુખ્ય સચિવ તથા રોડ સેફ્ટી ઓથોરિટી કમિશનરનું પણ ધ્યાન દોર્યું છે.

- Advertisement -

વાહનવ્યવહાર મંત્રી આરસી ફળદુ દ્રારા ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને ફરિયાદ કરવામાં આવી છે કે ગુજરાતના અનેક શહેરોમાં યુવકો બુલેટ દ્રારા પોતાનો રોફ જમાવવા માટે બેફામ બુલેટ ચલાવતા હોય છે કે જેથી અન્ય લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષી શકે. વાડી સાયલેન્સરના અવાજ બદલીને એટલા ભયાનક અને મોટા અવાજો વાળા રાખે છે કે તેની નજીકથી નીકળતા વ્યક્તિઓનું ધ્યાન ત્યાં દોરાય છે અને અકસ્માત થવાના ભય રહે છે. આ ઉપરાંત નાના બાળકો જો તેનો અવાજ સાંભળે તો તેઓને તો બહેરાશ આવવાની શક્યતાઓ પણ છે.  આથી આ પ્રકારના બુલેટ ઉપર થતાં અવાજના ન્યુસન્સને બંધ કરાવવા તેમજ આવા બુલેટ લઈને નીકળતી વ્યક્તિઓ સામે ફોજદારી તેમજ દંડનીય કામગીરી કરવા ગાંધીનગરના જ જાગૃત નાગરિકો દ્વારા રજૂઆત કરવામાં આવી હોવાની વાત અંગે આરસી ફળદુએ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાનું ધ્યાન દોર્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular