Friday, September 22, 2023
Homeરાજ્યદ્રારકામાં સસ્તા અનાજના ગોડાઉનની દીવાલ ધરાસાઈ થતાં બે રીક્ષા દટાઈ

દ્રારકામાં સસ્તા અનાજના ગોડાઉનની દીવાલ ધરાસાઈ થતાં બે રીક્ષા દટાઈ

- Advertisement -

દ્રારકા જીલ્લામાં સસ્તા અનાજના વર્ષો જુના ગોડાઉની એક દીવાલ ધરાસાઈ થતાં બે રીક્ષા દટાઈ ગઈ હોવાનું સામે આવ્યું છે. સદનસીબે કોઈ જાનહાની થઇ નથી. ગોડાઉન ઘણું જુનું હોવાથી હજુપણ અમુક દીવાલો જમીનદોસ્ત થવાથી અકસ્માત સર્જાવાનો ભય રહેલો છે.

- Advertisement -

દ્રારકા રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ અને દ્રારકા મામલતદાર કચેરી સંચાલિત સસ્તા અનાજની દુકાનના માલના એક જુના ગોડાઉનની જર્જરિત દીવાલ ગત મોડી રાત્રે ધરાસાઈ થઇ હતી. જેમાં ગોડાઉનની દીવાલ પાસે પાર્ક કરવામાં આવેલ બે રીક્ષા દટાઈ ગઈ હતી. પરંતુ સદનસીબે કોઈ જાનહાની થઇ ન હતી. રીક્ષામાં નુકશાન સર્જાતા અત્યારે રીક્ષાચાલકોની રોજી રોટી છીનવાઈ ગઈ છે. વર્ષો જુનું આ ગોડાઉન ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે. પરંતુ સ્થાનિક તંત્ર દ્રારા આ અંગે નોંધ લેવામાં આવી ન હોવાથી ગતરાત્રીના રોજ આ દીવાલ ધરાસાઈ થઇ હતી. ગોડાઉનની હજુ પણ અમુક દીવાલો ખરાબ હાલતમાં છે. આ અંગે સ્થાનિકતંત્રએ તાત્કાલિક નોંધ લઇને કાર્યવાહી કરવી જોઈએ. જેથી ભવિષ્યમાં કોઈ અકસ્માત થતો અટકી શકે.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular