Saturday, August 29, 2026
Homeવિડિઓલઠ્ઠાકાંડને લઇ ગૃહમંત્રીના રાજીનામાની માંગ સાથે કાલાવડ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન -...

લઠ્ઠાકાંડને લઇ ગૃહમંત્રીના રાજીનામાની માંગ સાથે કાલાવડ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન – VIDEO

તાજેતરમાં થયેલ લઠ્ઠાકાંડને લઇ કાલાવડ કોંગ્રેસના આગેવાનો-કાર્યકરો દ્વારા ગૃહમંત્રીના રાજીનામાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ વિરોધ દરમિયાન રસ્તા રોકો આંદોલન કરવામાં આવતાં પોલીસ દ્વારા આગેવાનો-કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.

- Advertisement -

ગુજરાત રાજ્યમાં દારૂબંધી હોવા છતાં લઠ્ઠાકાંડ અને નાગરિકોના મૃત્યુને લઇ કાલાવડ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. રાજ્યના ગૃહમંત્રી આ મામલે જવાબદારી સ્વિકારી રાજીનામુ આપે તેવી માંગણી કરવામાં આવી હતી. આ વિરોધ પ્રદર્શનમાં પૂર્વ ધારાસભ્ય પ્રવીણભાઇ મુસડિયા, કોંગ્રેસ આગેવાન જે. ટી. પટેલ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ દીપકભાઇ વસોયા, કાલાવડ શહેર કોંગ્રેસ પૂર્વ પ્રમુખ મેહુલભાઇ સોજિત્રા, અગ્રણી જે. પી. મારવિયા, લઘુમતિ સેલના પ્રમુખ સાહીદભાઇ નકરાણી, યુવા કોંગ્રેસના ઋષિરાજસિંહ સોઢા, તા. પં. પુર્વ સભ્ય પ્રવીણભાઇ ગઢિયા, અશોકસિંહ જાડેજા, એડ. હનિફભાઇ, હિતેષભાઇ ગમઢા સહિતના અગ્રણીઓ વિરોધ પ્રદર્શનમાં ઉપસ્થિત રહ્યાં હતાં. આ વિરોધ પ્રદર્શન દરમ્યાન કાર્યકરોએ રસ્તો રોકી વિરોધ કરતાં પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.

 

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular