Saturday, September 19, 2026
Homeરાજ્યજામનગરછેતરપિંડી-એટ્રોસિટીના લિસ્ટેડ આરોપીને ઝડપી લેતી પોલીસ

છેતરપિંડી-એટ્રોસિટીના લિસ્ટેડ આરોપીને ઝડપી લેતી પોલીસ

આરોપીએ વર્ષ 2018માં ખેતીની જમીન પચાવી પાડવા ખોટા સાક્ષીઓ ઉભા કરી જમીનના ખોટા દસ્તાવેજોનો ખરા તરીકે ઉપયોગ કરી કાવતરું રચ્યું હતું

વર્ષ 2018માં વસઇ ગામમાં ખેતીની જમીન પચાવી પાડવાના કાવતરામાં ખોટા સાક્ષીઓ ઉભા કરી અસલ દસ્તાવેજ સાથે ચેડાં કરી છેતરપિંડી તથા એટ્રોસિટીના કેસના નાસતા ફરતા મુખ્ય સૂત્રધાર આરોપીને જામનગર પેરોલ ફર્લો સ્કવોડએ રાજકોટ ખાતેથી ઝડપી લીધો હતો.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ સિક્કા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2018માં નોંધાયેલ છેતરપિંડી અને એટ્રોસિટી સહિતના ગુનાના લીસ્ટેડ ફરાર આરોપી અલ્તાફહુસેન આબીદહુસેન પીરમિયા નામનો શખ્સ રાજકોટ શહેરના ગેબનશા પીરવાળા રસ્તે આવ્યો હોવાની પેરોલ ફર્લો સ્કવોડના ગોવિંદભાઇ ભરવાડ, સલીમભાઇ નોઇડા, હાર્દિકભાઇ ભટ્ટ, મહિપાલભાઇ સાદિયા, બિજલભાઇ બારસરાને બાતમી મળી હતી. જેના આધારે જિલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈનીની સૂચના અને એલસીબીના પીઆઇ વી. બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કવોડના ઇન્ચાર્જ પીએસઆઇ એમ. વી. ભાટિયા તથા એએસઆઇ ગોવિંદભાઇ ભરવાડ, લગધીરસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, સલીમભાઇ નોયડા, હે.કો. સુરેશભાઇ ડાંગર, ધર્મેન્દ્રસિંહ જાડેજા, મહિપાલભાઇ સાદિયા, હાર્દિકભાઇ ભટ્ટ, પો.કો. દિલીપસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા, એલસીબી હે.કો. નિર્મળસિંહ જાડેજા, પો.કો. બળવંતસિંહ પરમાર સહિતના સ્ટાફે રેઇડ દરમયાન અલ્તાફહુસેન આબિદહુસેન પીરમીયા સૈયદ નામના શખ્સને ઝડપી લઇ વધુ કાર્યવાહી માટે સિક્કા પોલીસને સોંપી આપ્યો હતો.

આરોપીએ પોતાના સાગરીતો સાથે મળી વર્ષ 2018માં વસઇ ગામ ખાતે ફરિયાદીની વડિલોપાર્જિત ખેતીની જમીન પચાવી પાડવા ખોટા સાક્ષીઓ ઉભા કરી ફરિયાદીના પિતા (મરણ જનાર)ના મળતા નામવાળા ખોટા વ્યક્તિને સાચા માલિક તરીકે દર્શાવી જમીનના ખોટા દસ્તાવેજો ઉભા કરી ખરા તરીકે ઉપયોગ કરી ગુનાહિત કાવતરું રચ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular