Thursday, September 19, 2024
Homeરાજ્યજામનગરજામનગરના સોની વેપારીએ ગ્રાહકોનું રૂા.37 લાખનું કરી નાખ્યું!! - VIDEO

જામનગરના સોની વેપારીએ ગ્રાહકોનું રૂા.37 લાખનું કરી નાખ્યું!! – VIDEO

- Advertisement -

જામનગર શહેરમાં ચાંદીબજાર વિસ્તારમાં જ્વેલર્સના દુકાનદારે હપ્તેથી સોનુ બનાવી આપવા તથા જૂના સોનાના દાગીનામાંથી નવા દાગીના બનાવી આપવાની લાલચ આપવાની લાલચ આપી 11 જેટલા ગ્રાહકો સાથે રૂા.37,84,650 ની છેતરપિંડી આચરી ગામ મૂકી પલાયન થઈ ગયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં ચાંદીબજાર બુગદામાં આવેલી ન્યુ ક્રિષ્ના જ્વેલર્સ નામની દુકાન ચલાવતા મનિષ ચંદુલાલ નાંઢા નામના જ્વેલર્સે ગ્રાહકોને હપ્તેથી સોનાના દાગીના બનાવી આપવા તેમજ જુના સોનાના દાગીનામાંથી નવા સોનાના દાગીના બનાવી આપવાની લાલચ આપી જુદા જુદા ગ્રાહકો સાથે છેતરપિંડી કરી ગામ મૂકી નાશી ગયા બાદ જામનગરના સુનિતાબેન અશોકભાઈ ગેડીયા નામના મહિલાએ રૂા. 1,37,900 ની કિંમતના બે તોલાના સોનાનો સેટ બનાવવા આપ્યા હતાં તેમજ કંકુબેન નામના મહિલાએ સોનાના દાગીના બનાવવા માટે કટકે-કટકે રૂા.6,20,000 જમા કરાવ્યા હતા. ઉપરાંત લાખુબેને રૂા.50000 નો સોનાનો ચેઈન તથા સોનાની બુટી સહિત રૂા.1,20,000 ના સોનાના દાગીના જમા કરાવ્યા હતાં અને ઉર્મિલાબેને નવા દાગીના બનાવવા માટે રૂા.80000 ની કિંમતના બે તોલા સોનાની ચેઈન અને રૂા.80 હજાર રોકડા મળી કુલ રૂા.1,60,000 જમા કરાવ્યા હતાં.

- Advertisement -

તેમજ નયનાબા શકિતસિંહ દાનુભા ગોહિલએ રૂા. અઢી લાખની કિંમતની સોનાની ચાર બંગડી અને રૂા.1 લાખની કિંમતના સોનાના પાટલા તથા રૂા.50000 ની સોનાની બુટી, રૂા.3 લાખની કિંમતનું સોનાનું બીસ્કીટ અને રૂા.40000 ની સોનાની વીંટી તથા રૂા.9 લાખ રોકડા અને સોનુ મળી કુલ રૂા.16 લાખ 40 હજાર જ્વેલર્સને આપ્યા હતાં તથા જયેશભાઈએ સોનાની સર કરાવવા માટે રૂા.30,000 અને વિનોદભાઈ ઉકાભાઈએ સોનાના દાગીના બનાવવા માટે રૂા.3,70,000 અને હિરેનભાઈએ સોનાના દાગીના બનાવવા માટે રૂપિયા દોઢ લાખ જમા કરાવ્યા હતાં. તેમજ જીતેશભાઈએ રૂા.39,750 ના સોનાના દાણા અને હંસાબેન ગાંડુભાઈ મકવાણાએ રૂા.20000 ની કિંમતની સોનાની હાંસડી તથા બીનાબેન સોલંકીએ સોનાનો ચેઈન બનાવવા રૂા.50000 આપ્યા હતાં તથા વિજયસિંહ ચંદુભા જાડેજાએ રૂા.80,000ની કિંમતની અઢી તોલાની સોનાની લક્કી, રૂા.12000 ની કિંમતનો સોનાનો નખ અને રૂા.55,000 રોકડા મળી કુલ રૂા. 1,47,000 આપ્યા હતાં.

આમ, જ્વેલર્સે જુદા જુદા 11 ગ્રાહકો પાસેથી કુલ રૂા.37,84,650 ના દાગીના અને રોકડ રકમ લઈ લીધી હતી. દરમિયાન આ તમામ ગ્રાહકોને દાગીના ચૂકવ્યા પહેલાં જ ગામ મૂકીને પલાયન થઈ ગયો હતો. ગ્રાહકો દ્વારા સોનાના દાગીના લેવા જતાં સમયે ધ્યાનમાં આવ્યું કે, વેપારીએ વિશ્ર્વાસઘાત કરી ગામ મૂકીને નાશી ગયો છે જેથી સુનિતાબેને સિટી એ ડીવીઝનમાં મનિષ નાંઢા વિરૂધ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઈ એમ.એન. રાઠોડ તથા સ્ટાફે ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular