Friday, March 29, 2024
Homeરાજ્યજામનગર40 વર્ષે મંજુર થઇ જામ્યુકોની પોતાની ટીપી સ્કીમ

40 વર્ષે મંજુર થઇ જામ્યુકોની પોતાની ટીપી સ્કીમ

રાજ્ય સરકારે ટીપી સ્કીમ નં-11ને આપી મંજુરી, હજુ ત્રણ મંજુરીની રાહમાં

- Advertisement -

જામનગર મહાપાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ 40 વર્ષે જામ્યુકોની પોતાની કોઈ ટીપી સ્કીમને મંજુરી મળી છે. મહાપાલિકા દ્વારા રજુ કરવામાં આવેલ 4 ટીપી સ્કીમ પૈકી ટીપી સ્કીમ નં-11ને આજે રાજ્ય સરકાર દ્વારા મંજુરી આપવામાં આવી છે. જયારે ટીપી સ્કીમ નં. 20,21,23 હાલ મંજુરીની પ્રક્રિયામાં છે. જામનગર શહેરમાં હાલ જે ટીપી સ્કીમ અમલમાં છે તે તમામ જામનગર વિસ્તાર વિકાસ સત્તામંડળ (JADA) દ્વારા તૈયાર કરવામાં આવી છે.

- Advertisement -

મુખ્યમંત્રીએ મંજૂર કરેલી આ ટી.પી સ્કીમને પરિણામે કુલ 24.31 હેક્ટર્સ જમીન સામાજીક અને આર્થિક રીતે નબળા લોકોના આવાસ માટે સંપ્રાપ્ત થવાની છે. જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની મુસદારૂપ ટી.પી સ્કીમ-11માં 9.24 હેક્ટર્સ જમીન ઉપલબ્ધ થશે.  જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની મૂસદારૂપ ટી.પી સ્કીમ-11 માં ખુલ્લી જગ્યા, બાગ-બગીચા તથા રમત-ગમતના મેદાન માટે 1.57 હેક્ટર્સ, જાહેર સુવિધા માટે 5.56 હેક્ટર્સ તથા આંતરમાળખાકીય સવલતોના ખર્ચને પહોંચી વળવા વેચાણ માટે આશરે 16.15 હેક્ટર્સ જમીન મળી કુલ આશરે 36.33 હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થશે.

જામનગર ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરો-મહાનગરોના આયોજનબદ્ધ વિકાસની નેમ સાકાર કરતાં 1 પ્રિલીમનરી અને 4 ડ્રાફટ મળીને કુલ પાંચ ટાઉન પ્લાનીંગ સ્કીમ એક જ દિવસમાં મંજૂર કરી છે. તેમણે ૪ ડ્રાફટ સ્કીમ અંતર્ગત અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ-ઔડાની મુસદારૂપ ટી.પી સ્કીમ નં-૩૦૭ સાંતેજ-રકનપૂર, ગાંધીનગર શહેરી વિકાસ મુસદારૂપ ટી.પી સ્કીમ નં. ર૮ સરગાસણ-પોર-કુડાસણ, ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની મુસદારૂપ ટી.પી સ્કીમ નં.ર૧ રૂવા-વડવા અને જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની મુસદારૂપ ટી.પી સ્કીમ નં.૧૧ જામનગરનો સમાવેશ થાય છે

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular