ગુજરાત બોર્ડ દ્વારા ધો.10નું આજે સવારે પરિણામ જાહેર થયું હતું જેમાં જામનગર જિલ્લાનું 85.08 ટકા પરિણામ જાહેર થયું છે જેમાં 948 વિદ્યાર્થીઓએ એ-1 ગ્રેડ મેળવ્યો છે. જ્યારે દ્વારકા જિલ્લાનું પરિણામ 80.28 ટકા પરિણામ જાહેર થયું છે જેમાં 260 વિદ્યાર્થીઓ એ-1 ગ્રેડ સાથે ઉર્તિણ થયા છે. જામનગર જિલ્લામાં 38 તથા દ્વારકા જિલ્લામાં 26 શાળાઓનું 100% પરિણામ જાહેર થયું છે.
ધોરણ-12 સાયન્સ અને સામાન્ય પ્રવાહ બાદ આજે જીએસઇબી દ્વારા ધોરણ-10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આ વખતે 83.86 ટકા પરિણામ આવ્યું છે. તો વિદ્યાર્થીઓએ પર જઇને પોતાનું રિઝલ્ટ જોયું હતું. સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો નર્મદા 90.85 ટકા સાથે રહ્યો હતો. જયારે ગત વર્ષે બનાસકાંઠા 89.29 ટકા સાથે રહ્યો હતો. ત્યારે સૌથી ઓછું પરિણામ ધરાવતાં જિલ્લામાં ગત વર્ષે ખેડા 72.55 ટકા સાથે હતો. આ વર્ષે પંચમહાલ 76.42 ટકા રહ્યો છે. જામનગરનું 8પ.08 ટકા પરિણામ રહ્યું હતું. તો દ્વારકા જિલ્લાનું 80.28 ટકા પરિણામ જાહેર થયું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ-10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે જામનગર જિલ્લાનું 85.08 ટકા પરિણામ જાહેર થયું છે. જયાં 948 જેટલા વિદ્યાર્થીઓ એ-1 ગ્રેડ સાથે ઉર્તિણ થયા છે. તો 38 જેટલી શાળાએ 100 ટકા પરિણામો મેળવ્યા છે. ગત વર્ષે ધોરણ-10માં જામનગર 85. પણ ટકા પરિણામ મેળવ્યું હતું. આ વર્ષે ઘટાડો જોવા મળ્યો છે. જયારે દેવભૂમિ દ્વારકામાં ગત વર્ષે 83.48 ટકા પરિણામ હતું જે આ વર્ષે ઘટીને 80.28 ટકા જોવા મળી રહયું છે. આ સાથે રાજયમાં સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો પંચમહાલ 76.42 ટકા સાથે રહ્યો છે. જયારે સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો નર્મદા 90.85 ટકા રહ્યો છે.
આ વર્ષે કુલ 7,69,993 પરીક્ષાર્થીઓની સંખ્યા નોંધાયેલી હતી. જેમાંથી 756392 જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહયા હતા. જેમાંથી 634327 જેટલા વિદ્યાર્થીઓ પ્રમાણપત્ર મેળવવાને પાત્ર રહયા છે. આમ ગત વર્ષ કરતાં આ વર્ષે 0.78 ટકાનો વધારો જોવા મળ્યો છે. જયારે જામનગર જિલ્લાની વાત કરીએ તો જામનગરમાં 14443 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી 14232 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહયા હતા. જેનું પરિણામ 85.08 ટકા આવ્યું છે જેમાંથી 948 વિદ્યાર્થીઓ એ-1 ગ્રેડ મેળવ્યો છે તો 2102 વિદ્યાર્થીઓ એ-ર ગ્રેડ, 2636 વિદ્યાર્થીઓએ બી-1 ગ્રેડ, 2720 વિદ્યાર્થીઓ બી-2 ગ્રેડ, 2399 વિદ્યાર્થીઓ સી-1 ગ્રેડ, 1225 વિદ્યાર્થીઓ સી-2 ગ્રેડ, 79 વિદ્યાર્થીઓ ડી ગ્રેડ, 1368 વિદ્યાર્થીઓએ ઇ-1 ગ્રેડ તથા 755 વિદ્યાર્થીઓએ ઇ-2 ગ્રેડ મેળવ્યો છે.
જામનગરમાં કેન્દ્ર વાઇસ પરિણામ જોઇએ તો જામનગર જિલ્લામાં ધ્રોલ કેન્દ્રમાં કુલ 1849 પરિક્ષાર્થીઓ નોંધાયા હતા. જે પૈકી 1828 વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી અને 1700 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થતાં 93.0% પરિણામ આવ્યું છે. જે ગત વર્ષ કરતાં 0.87% ઓછું પરિણામ દર્શાવે છે. જામજોધપુર કેન્દ્રમાં કુલ 1191 પરિક્ષાર્થીઓ નોંધાયા હતા. જે પૈકી 1171 વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી અને 1008 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થતાં 86.08% પરિણામ આવ્યું છે. જે ગત વર્ષ કરતાં 0.54% ઉચું પરિણામ દર્શાવે છે. જામનગર સિટીમાં કુલ 2451 પરિક્ષાર્થીઓ નોંધાયા હતા. જે પૈકી 2433 વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી અને 2033 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થતાં 83.56% પરિણામ આવ્યું છે. જે ગત વર્ષ કરતાં 3.99% ઓછું પરિણામ દર્શાવે છે. જામનગર (ડીઆઇજી) કેન્દ્રમાં કુલ 5338 પરિક્ષાર્થીઓ નોંધાયા હતા. જે પૈકી 5251 વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી અને 4550 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થતાં 8665% પરિણામ આવ્યું છે. જે ગત વર્ષ કરતાં 0.51% ઉચું પરિણામ દર્શાવે છે. કાલાવડ કેન્દ્રમાં કુલ 1426 પરિક્ષાર્થીઓ નોંધાયા હતા. જે પૈકી 1418વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી અને 1164 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થતાં 8209% પરિણામ આવ્યું છે. જે ગત વર્ષ કરતાં 0.57% ઓછું પરિણામ દર્શાવે છે. જોડિયા કેન્દ્રમાં કુલ 355 પરિક્ષાર્થીઓ નોંધાયા હતા. જે પૈકી 348 વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી અને 317 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થતાં 91.09% પરિણામ આવ્યું છે. જે ગત વર્ષ કરતાં 0.47% ઓછું પરિણામ દર્શાવે છે. લાલપુર કેન્દ્રમાં કુલ 1051 પરિક્ષાર્થીઓ નોંધાયા હતા. જે પૈકી 1021 વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી અને 776 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થતાં 76% પરિણામ આવ્યું છે. જે ગત વર્ષ કરતાં 1.65% ઓછું પરિણામ દર્શાવે છે. સિક્કા કેન્દ્રમાં કુલ 439 પરિક્ષાર્થીઓ નોંધાયા હતા. જે પૈકી 434 વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી અને 291 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થતાં 67.05% પરિણામ આવ્યું છે. જેમાં ગત વર્ષ કરતાં 2.68% વધારો નોંધાયો છે. જાંબુડા કેન્દ્રમાં કુલ 300 પરિક્ષાર્થીઓ નોંધાયા હતા. જે પૈકી 298 વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી અને 248 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થતાં 83.22% પરિણામ આવ્યું છે. જેમાં ગત્ વર્ષ કરતાં 4.87% વધારો નોંધાયો છે.
જયારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 7715 વિદ્યાર્થીની સંખ્યા નોંધાઇ હતી. જેમાંથી 7591 ઉપસ્થિત રહયા હત. જેમાંથી 260એ એ-1 અને 912 એ-2 ગ્રેડ મળ્યો હતો. 1255 વિદ્યાર્થીઓએ બી-1, 1520 વિદ્યાર્થીઓએ બી-2, 1422 વિદ્યાર્થીઓએ સી-1, 700 વિદ્યાર્થીઓએ સી-2 અને 25 વિદ્યાર્થીઓએ ડી ગ્રેડ 936 વિદ્યાર્થીઓએ ઇ-1 અને 561 વિદ્યાર્થીઓએ ઇ-2 ગ્રેડ મેળવ્યો છે.
ખંભાળિયા તાલુકાના નોંધાયેલા કુલ 2788 વિદ્યાર્થીઓ નોંધાયા હતાં જેમાંથી 2760 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં. અને 2352 વિદ્યાર્થીઓ ઉર્તિણ થતા 85.22 ટકા પરિણામ આવ્યું છે. ભાણવડ તાલુકાના નોંધાયેલા કુલ 1260 વિદ્યાર્થીઓ નોંધાયા હતાં જેમાંથી 1170 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં. અને 1025 વિદ્યાર્થીઓ ઉર્તિણ થતા 87.61 ટકા પરિણામ આવ્યું છે. દ્વારકા તાલુકાના નોંધાયેલા કુલ 844 વિદ્યાર્થીઓ નોંધાયા હતાં જેમાંથી 812 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં. અને 528 વિદ્યાર્થીઓ ઉર્તિણ થતા 65.02 ટકા પરિણામ આવ્યું છે. જામરાવલ તાલુકાના નોંધાયેલા કુલ 671 વિદ્યાર્થીઓ નોંધાયા હતાં જેમાંથી 655 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં. અને 482 વિદ્યાર્થીઓ ઉર્તિણ થતા 72.48 ટકા પરિણામ આવ્યું છે. મીઠાપુર તાલુકાના નોંધાયેલા કુલ 485 વિદ્યાર્થીઓ નોંધાયા હતાં જેમાંથી 481 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં. અને 297 વિદ્યાર્થીઓ ઉર્તિણ થતા 61.75 ટકા પરિણામ આવ્યું છે. ભાટીયા તાલુકાના નોંધાયેલા કુલ 866 વિદ્યાર્થીઓ નોંધાયા હતાં જેમાંથી 859 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં. અને 769 વિદ્યાર્થીઓ ઉર્તિણ થતા 89.52 ટકા પરિણામ આવ્યું છે. કલ્યાણપુર તાલુકાના નોંધાયેલા કુલ 332 વિદ્યાર્થીઓ નોંધાયા હતાં જેમાંથી 318 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં. અને 255 વિદ્યાર્થીઓ ઉર્તિણ થતા 80.19 ટકા પરિણામ આવ્યું છે. નંદાણા તાલુકાના નોંધાયેલા કુલ 520 વિદ્યાર્થીઓ નોંધાયા હતાં જેમાંથી 516 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં. અને 392 વિદ્યાર્થીઓ ઉર્તિણ થતા 75.97 ટકા પરિણામ આવ્યું છે.



