Tuesday, August 18, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં એનાલોગ પનીર-ચીઝ-બટર સહિત અન્ય વાસી ખોરાકનો રૂ. 63,500/- નો જથ્થો જપ્ત

જામનગરમાં એનાલોગ પનીર-ચીઝ-બટર સહિત અન્ય વાસી ખોરાકનો રૂ. 63,500/- નો જથ્થો જપ્ત

ગુજરાત સરકાર દ્વારા એનાલોગ પનીર, એનાલોગ ચીઝ અને એનાલોગ બટરના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ તથા પરિવહન પર મુકાયેલા પ્રતિબંધ અન્વયે જામનગર જિલ્લામાં ખોરાક અને ઔષધ નિયમન વિભાગ દ્વારા તા. 06 થી 12 ઓગસ્ટ સુધી કુલ 121 પેઢીઓમાં તપાસ કરવામાં આવી હતી. જેમાં 44.02 કિલો એનાલોગ ચીઝ, 4.5 કિલો એનાલોગ પનીર, 6.5 કિલો અખાદ્ય પનીર અને તેમજ અન્ય 400  કિલોગ્રામ વાસી ખોરાક મળી અંદાજીત રૂ.63,100ની કિંમતના અખાદ્ય જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.

- Advertisement -

તંત્ર દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે આ અંગેની તપાસ આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે. જો કોઈ પણ પેઢી કે વેપારી દ્વારા પ્રતિબંધિત એનાલોગ પનીર,એનાલોગ ચીઝ કે એનાલોગ બટરનું ઉત્પાદન, સંગ્રહ,વેચાણ કે પરિવહન કરતા જણાશે તો તેમની સામે કાયદા અનુસાર કડક કાર્યવાહી કરવામાં આવશે. જેની સંબંધિત સર્વેને નોંધ લેવા યાદીમાં જણાવાયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular