Wednesday, May 6, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં વેગનઆર કારમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો

જામનગરમાં વેગનઆર કારમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો

સિટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા દરોડો : કારમાંથી 910 નંગ ચપલા મળી આવ્યા : દારૂનો જથ્થો અને કાર સહિત રૂા. 4,93,500નો મુદામાલ કબ્જે : બૂટલેગરની શોધખોળ

જામનગર શહેરના શાંતિનગર શેરી નંબર ચારમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો વેચાણ માટે ઉતર્યો હોવાની બાતમીના આધારે સિટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમ્યાન મકાનમાંથી 910 બોટલ દારૂ અને કાર સહિત કુલ રૂા. 4,93,500નો મુદ્ામાલ કબ્જે કરી બૂટલેગરની શોધખોળ આરંભી હતી.

- Advertisement -

દરોડાની વિગત મુજબ જામનગર શહેરના શાંતિનગર શેરી નંબર ચાર પાસે રહેતા વિજયસિંહ હરિસિંહ જેઠવાના રહેણાંક મકાન પાસેના ચોકમાં તેની કારમાં દારૂનો જથ્થો રાખ્યો હોવાની અજયસિંહ ઝાલા, ક્રિપાલસિંહ સોઢા, જયદીપસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે રેન્જ આઇજી નિર્લિપ્ત રાયની સૂચનાથી પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની અને ડીવાયએસપી જે. એન. ઝાલાના માર્ગદર્શન હેઠળ પીઆઇ એન. એમ. ગઢવી, પીએસઆઇ ડી. જી. રાજ, એએસઆઇ રાજેશભાઇ વેગડ, મુકેશસિંહ રાણા, હે.કો. દશરથસિંહ પરમાર, ક્રિપાલસિંહ સોઢા, સંજયભાઇ પરમાર, પો.કો. અજયસિંહ ઝાલા, જયદીપસિંહ જાડેજા, કલ્પેશભાઇ અઘારા, સાજિદભાઇ બેલીમ, ધર્મેન્દ્રસિંહ વાઢેર, પ્રહલાદસિંહ જાડેજા, રવિકાંતભાઇ રાઠોડ, કપિલભાઇ ગુજરિયા સહિતના સ્ટાફએ રેઇડ કરી હતી.

આ રેઇડ દરમ્યાન પોલીસે વિજયસિંહ જેઠવાના ઘર પાસે પાર્ક કરેલી જીજે10 એફ 8961 નંબરની વેગનઆર કારની તલાશી લેતાં તેમાંથી રૂા. 3,18,500ની કિંમતના 910 નંગ ઇંગ્લીશ દારૂના ચપલા મળી આવતાં પોલીસે દારૂ અને કાર મળી કુલ રૂા. 4,93,500નો મુદામાલ કબ્જે કરી નાશી ગયેલા વિજયસિંહ હરિસિંહ જેઠવાની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યાં હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular