Tuesday, August 18, 2026
Homeરાજ્યહાલારધ્રોલમાંથી દારૂના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી લેતી પોલીસ

ધ્રોલમાંથી દારૂના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી લેતી પોલીસ

જામનગર-રાજકોટ હાઇવે પર ધ્રોલ પાસેથી પોલીસે મોટરકારમાંથી બે શખ્સોને દારૂના જથ્થા સાથે ઝડપી લઇ 96 નંગ ચપટા તથા 132 નંગ બિયરના ટીન સહિત કુલ રૂા. 2,37,885નો મુદામાલ કબ્જે કર્યો હતો. જામનગરમાં મીગ કોલોની પાસેથી મહિલા આઠ દારૂની બોટલો સાથે ઝડપાઇ હતી. નાઘેડી ગામમાંથી ગૌશાળા નજીકથી એક શખ્સ 6 નંગ દારૂની બોટલો સાથે ઝડપાયો હતો. ધ્રોલમાં પોલીસે બે શખ્સોને મોટર સાયકલમાં દારૂના ચપલા સાથે ઝડપી લીધા હતા.

- Advertisement -

આ દારૂના દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગર-રાજકોટ હાઇવે પર જી.એમ. પટેલ ક્ધયા છાત્રાલય નજીકથી બે શખ્સો દારૂની હેરાફેરી કરતાં હોવાની બાતમીના આધારે ધ્રોલ પોલીસે રેઇડ દરમ્યાન કાંતિ રમેશ ભુરિયા તથા રૂપસિંહ પાંગલિયા શિંગાળિયા નામના બે શખ્સોને રૂા. 11,280ની કિંમતના 96 નંગ દારૂના ચપટા તથા રૂા. 16,605ની કિંમતના 132 નંગ બિયરના ટીન સાથે ઝડપી લીધા હતા. શખ્સો પાસેથી પોલીસે દારૂનો જથ્થો તથા રૂા. 10 હજારની કિંમતના બે મોબાઇલ ફોન, રૂા. બે લાખની કિંમતની મોટરકાર સહિત કુલ રૂા. 2,37,885નો મુદામાલ કબ્જે કર્યો હતો. આ દારૂનો જથ્થો રીવા સોમલા ગણાવા નામના શખ્સે મંગાવ્યો હોવાનું ખુલતા તેની શોધખોળ હાથ ધરાઇ હતી.

બીજો દરોડો જામનગર સિટી ‘એ’ ડિવિઝન પોલીસે તળાવની પાળ રોડ, મીગ કોલોનીવાળી શેરીના ખૂણા પાસેથી બીજલબેન મિલન દોઢિયા નામના મહિલાને રૂા. 8700ની કિંમતની આઠ નંગ વિદેશી દારૂની બોટલો સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

ત્રીજો દરોડો પંચકોષી ‘બી’ પોલીસે નાઘેડી ગામમાં આવેલી ગૌશાળા પાસેથી રેઇડ દરમ્યાન સુખદેવસિંહ કનુભા સોલંકી નામના શખ્સને રૂા. ત્રણ હજારની કિંમતની 6 નંગ દારૂની બોટલો સાથે ઝડપી લીધો હતો.

ચોથો દરોડો ધ્રોલ પોલીસે એમ.ડી.મહેતા સ્કૂલની દીવાલ નજીકથી રેઇડ દરમ્યાન લલિત ઉર્ફે લખન દોલતરામ વરિયાણી તથા મહેબુબ સલીમ લાડક નામના બે શખ્સોને મોટરસાયકલમાં રૂા. 300ની કિંમતના ત્રણ દારૂના ચપલા સાથે ઝડપી લઇ રૂા. 10 હજારની કિંમતના બે મોબાઇલ ફોન, રૂા. 20 હજારની કિંમતનું મોટરસાયકલ સહિત કુલ રૂા. 30,300નો મુદામાલ કબ્જે કર્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular