રાજકોટમાં યોજાયેલ ‘જીનીયર્સ બેબીલીગ ફુટબોલ ફેસ્ટ 2026’માં એનસીએફસી જામનગર અન્ડર 1ર ગર્લ્સ ટીમ ચેમ્પીયન બની હતી. તેમની આ સિઘ્ધીએ જામનગરનું ગૌરવ વધાર્યુ હતું.
તાજેતરમાં તા.9 થી 16 ઓગસ્ટ દરમિયાન રાજકોટ ખાતે રાજકોટના જીનીયર્સ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા ‘જીનીયર્સ બેબીલીગ ફુટબોલ ફેસ્ટ 2026’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અન્ડર 12 ગર્લ્સ વિભાગમાં કુલ 6 ટીમોએ ભાગ લીધો હતો. જેમાં એનસીએફસી જામનગરની ટીમે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ચેમ્પીયન થઇ હતી. એનસીએફસી જામનગરની ટીમે પ્રથમ મેચમાં હાર મેળવ્યા બાદ શાનદાર વાપસી કરતા બીજા મેચ તેમજ સેમી ફાઇનલ સહિતના મેચોમાં ભવ્ય જીત મેળવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
ફાઇનલ એનસીએફસી જામનગર અને ડીએલએસએસ સીનીયર રાજકોટ વચ્ચે રમાયો હતો. જેમાં એનસીએફસી જામનગર ટીમે 2-0 થી જીત મેળવી ચેમ્પીયનનો ખીતાબ મેળવ્યો હતો.


