શિવમ એજન્સીના પ્રોપરાઇટર વિનોદ પિતાંબરભાઈ ઘુમનાણી તથા પ્રતિવાદી નંબર 1 ડીલીસીયા ફુડસના નામે પેઢી ચલાવે છે અને પ્રતિવાદી નંબર 2 કવેઝાય ખોરાકીવાલા તે પેઢીના પાર્ટનર છે, આ કામના વાદી પ્રતિવાદી પેઢી સુપર સ્ટોકીસ્ટ સમગ્ર સૌરાષ્ટ્ર ખાતે નિમાયેલા હતા અને સૌરાષ્ટ્રમાં અલગ-અલગ જગ્યાએ મોન્જીનીસ બ્રાન્ડની પ્રોડકસ ડીલરની રીકવાયરમેન્ટ મુજબ ડીસ્ટ્રીબ્યુટ કરતા હતા, કોરોના વાયરસના કારણે તા.22/03/2020 ના રોજથી સમગ્ર દેશમાં લોકડાઉન જેવો સમય હોય જેમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પર પાબંદી રાખવામાં આવેલી નહી વાદી દવારા જે પ્રોડકટસ વેચવામાં આવતી તે FMCG પ્રોડકટર્સ હતી આ સમય દરમીયાન કોઈ પણ વ્યકિત ને બહાર નીકળવા માટે સરકારના જવાબદાર અધિકારી પાસેથી પરવાનગી આપવામાં આવતી અને વાદીએ પ્રથમ વખત પાસ મેળવવા અરજી કરતા પાસ ઈસ્યુ થયેલ નહી અને બીજી વખત અરજી કરતા કરફયુમાં બહાર જવા માટે ગાડી સાથેનો પાસ ઈસ્યુ થયો હતો. વાદી પાસે જે તે સમયે તેના ગોડાઉનમાં ઘણો માલનો સ્ટોક હતો માર્ચ-2020 માં આશરે 12 લાખ ઉપરનો માલ આવેલ હતો વાદીએ ગોડાઉનમાં પડેલ માલી લીકવીડેટ કરવા માટે તમામ પ્રયત્નો કરેલા અને કંપની જે સ્કિમ આપવામાં આવેલ તે ઉપરાંત ડિસ્ટ્રીબ્યુટરોને સ્કિમો આપી માલ વેચવાના પુરતા પ્રયત્નો કર્યા હતાં.
તેમ છતાં ઘણા ડિસ્ટ્રીબ્યુટરો માલ લઈ શકેલ નહી અને છેલ્લે વાદી પાસે આશરે 500 જેટલા કાર્ટુન પડી રહ્યા હતાં. જેની આશરે કિંમત રૂપિયા 10,36,755/- થાય છે અને આ માલ જુન જુલાઈ માં એકસપાયર થઈ થાય તે પ્રમાણેનો હતો અને વાદીએ પ્રતિવાદીને ઈ-મેઈલ દવારા પણ જાણ કરવામાં આવેલી કે 400 જેટલા કાર્ટુન એકસપાયર થવાને આરે છે, આ સમય દરમીયાન વાદીને અમુક વિતરકો દવારા માલ પાછો મોકલવામાં આવ્યો હતો. જેથી વાદી પાસે એકસપાયર થયેલ માલ પડયો રહ્યો હતો અને આ બાબતની જાણ વાદીએ પ્રતિવાદીને ટેલીફોનીક જાણ કરી હતી.
ત્યારે પ્રતિવાદીએ કહેલ કે તમોને આ બાબતનું રીફંડ મળી જશે પરંતુ પ્રતિવાદીએ આ રીફંડ આપેલ નહી વાદીને સુપર સ્ટોકીસ્ટમાંથી કાઢી બીજા સુપર સ્ટોકીસ્ટની નિમણુંક વાદીની જાણ બહાર કરી હતી. જેથી વાદીએ પ્રતિવાદીને એકસપાયર થઈ ગયેલ માલ રીફંડ માટે લીંગલ નોટીસ પણ મોકલેલ જેનો પ્રતિવાદીએ ઉડાઉ જવાબ આપ્યો હતો તેમજ એકસ્પાયર થયેલ માલ ગોડાઉનમાં પડી રહેલ છે જે જગ્યાનું ભાડું આ કામના વાદી ભરેલ છે જેનું આશરે 24 મહિનાનું ભાડું રૂપિયા 1,78,180 બાકી નીકળે છે જે પ્રતિવાદીએ આપેલ નથી અને માલના રૂપિયા 10,36,755 એમ કુલ મળી રૂપિયા 12,14,935 પ્રતિવાદીઓ પાસેથી નુકશાની વળતર પેટે લેવાના થાય છે, જેથી વાદી શીવમ એજન્સીના પ્રોપરાઈટર, વિનોદ પિતાંબરભાઈ ઘુમનાણી દ્વારા પોતાના વકિલ નીતલ એમ. ધ્રુવ મારફત રાજકોટના પ્રિન્સીપાલ સીનીયર સિવિલ જજ સમક્ષ દાવો દાખલ કરેલ હતો.
જે દાવો રાજકોટના મહે. 11 માં સીનીયર સીવીલ જજ સમક્ષ ચાલી જતાં આ કામના પ્રતિવાદી નંબર 1 અને પ્રતિવાદી નંબર ર નાઓએ સંયુકત અથવા વિભકત રીતે વાદીને રૂપિયા 10,36,755 માલના નુકશાન વળતર પેટે તેમજ ભાડાની રકમ રૂપિયા 1,78,180 મળી કુલ રૂપિયા 12,14,935 દાવા અરજીની તારીખથી વસુલ ન આવે ત્યાં સુધી 6 ટકાના વાર્ષીક વ્યાજ સાથે ચુકવી આપવાનો હુકમ કરવામાં આવે છે, તથા પ્રતિવાદીઓએ દાવાનો ખર્ચ જાતે ભોગવવો તેમજ વાદીનો ખર્ચ પણ પ્રતિવાદીઓએ ભોગવવાનો હુકમ કરવામાં આવેલ છે.
વાદી તરફે સીનીયર ધારાશાસ્ત્રી નીતલ એમ. ધ્રુવ, રાજેશ કે. ધ્રુવ, ડેનીશા એન. ધ્રુવ, પુજા એમ. ધ્રુવ, આશિષ પી. ફટાણીયા, નિકીતા બાવરીયા, પલક પરમાર રોકાયેલ હતા.


