જામનગરમાં ટાઉનહોલ પાસે ખખડધજ હાલતમાં રહેલા ટ્રાફિક આયલેન્ડનું રિલાયન્સ દ્વારા રી-ડેવલપમેન્ટ કરવામાં આવશે.
વનતારાની થીમ પર રિલાયન્સ દ્વારા તેમના ખર્ચે અહીં અદ્યતન અને સુંદર ટ્રાફિક આઇલેન્ડનું નિર્માણ થવા જઈ રહ્યું છે.
આ આઇલેન્ડમાં ઉભો સિંહ, ફેલો હરણ અને ક્રેન પક્ષીના સ્કલ્પચર મુકવામાં આવશે.
આ ઉપરાંત વિવિધ જાતના ફુલછોડ પણ ઉગાડવામાં આવશે. જેમાં મીલી રેડ ફલાવર, સાયકાસ રિવોલ્યુટા, સ્પાઈડર લીલી, યુકા રેકયુરવા, પર્પલ ફાઉન્ટેન ગ્રાસ, કોગોન ગ્રાસનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત અહીં હાઇમાસ્ટ લાઈટીંગ ટાવર પણ યથાવત રાખવામાં આવશે. આ આઇલેન્ડમાં ત્રણ સ્થળે વેલકમ સાયનેજ પણ મૂકવામાં આવશે.