જામનગરમાં ખોડિયાર કોલોની નજીક સોનલનગર વિસ્તારમાંથી જામનગર એલસીબી પોલીસે દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપી લઇ બે શખ્સોને દેશી દારૂ સહિત કુલ રૂા.44200ના મુદામાલ સાથે ઝડપી લીધા હતાં. લાખાબાવળ ગામની સીમમાંથી પણ રેઇડ દરમિયાન એલસીબીએ એક શખ્સને દેશી દારૂની ભઠ્ઠી ચલાવતો ઝડપી લઇ કુલ રૂા.17300નો મુદામાલ કબ્જે કર્યો હતો.
દરોડાની વિગત મુજબ જામનગર શહેરમાં ખોડિયાર કોલોની નિલકમલ સોસાયટી પાછળ સોનલ નગરમાં ઓરડીમાં દેશી દારૂની ભઠ્ઠી ચાલતી હોવાની એલસીબીના હિતેન્દ્રસિંહ જાડેજા, કાસમભાઇ બ્લોચ તથા યુવરાજસિંહ ઝાલાને મળેલ બાતમીના આધારે જામનગર એલસીબી પોલીસે રેઇડ દરમિયાન કરણ ગુલાબ ડાભી તથા અજય લક્ષમણ મકવાણા નામના બે શખ્સોને ઝડપી લીધા હતાં. અને રૂા.12 હજારની કિંમતનો 60 લીટર દેશી દારૂ, રૂા.25 હજારની કિંમતનો 1000 લીટર દારૂ બનાવવાનો કાચો આથો તથા દારૂ બનાવવાના સાધનો જેમાં ગેસના ચુલા, ગેસના બાટલા, દેગડા, પાટલી નળી સહિત કુલ રૂા.44200ની કિંમતનો મુદામાલ કબ્જે કર્યો હતો. આ ઉપરાંત દારૂની ભઠ્ઠી ચલાવનાર તરીકે ભાવેશ દેવદાસ માયાણી તથા શકિત દેવદાસ માયાણી નામના બે શખ્સોના નામ સામે આવતા તેની શોધખોળ હાથ ધરી હતી.
બીજો દરોડો જામનગરના લાખાબાવળ ગામની સીમમાં એક શખ્સ દેશી દારૂની ભઠ્ઠી ચલાવતો હોવાની એલસીબીના ધર્મેન્દ્રસિંહ જાડેજા, ઘનશ્યામભાઇ ડેરવાડીયાને મળેલ બાતમીના આધારે એલસીબી પોલીસે રેઇડ દરમિયાન કરણ ઉર્ફે કાનો વિરમ સરઠીયા નામના શખ્સને ઝડપી લઇ રૂા.2 હજારની કિંમતના 10 લીટર દારૂ, રૂા.10 હજારની કિંમતનો 400 લીટર આથો, રૂા.5300ની કિંમતના ભઠ્ઠીના સાધનો સહિત કુલ રૂા.17300ના મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ કાર્યવાહી જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની સુચના અને પીઆઈ વી.એમ. લગારીયાના માર્ગદર્શન મુજબ પીએસઆઇ સી. એમ. કાંટેલિયા, પી.એન. મોરી તથા સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવાડિયા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, ભરતભાઇ ડાંગર, ઘનશ્યામભાઇ ડેરવાડિયા, સુમિતભાઇ શિયાર, સુરેશભાઇ માલકિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે કરી હતી.