નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડી દ્વારા દેશના વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસના ચેરપર્સન વિરૂધ્ધ નોંધાયેલ ફરિયાદને લઇ જામનગર ભાજપા દ્વારા રેલી યોજી રાહુલ ગાંધીના પુતળાનું દહન કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

નેશનલ હેરાલ્ડ કેસ મામલે ભાજપા યુવા મોરચા દ્વારા રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત જામનગર શહેરમાં પણ યુવા ભાજપા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો. જામનગર શહેર ભાજપા કાર્યાલય ખાતે ભાજપાના હોદેદારો – અગ્રણીઓ એકઠા થઈ રેલી યોજી હતી. કોંગ્રેસ વિરોધી સૂત્રોચ્ચાર સાથે આ રેલી લાલ બંગલા સર્કલ પાસે પહોંચી હતી. જ્યાં રાહુલ ગાંધીના પુતળાનું દહન કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં જામનગર શહેર ભાજપા પ્રમુખ બિનાબેન કોઠારી, જામનગર દક્ષિણ વિધાનસભાના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, જામનગર ઉતર વિધાનસભાના ધારાસભ્ય રીવાબા જાડેજા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટે. કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા, શાસક પક્ષના નેતા આશિષભાઈ જોશી, દંડક કેતનભાઈ નાખવા, શહેર ભાજપા મહામંત્રી મેરામણભાઈ ભાટુ, કોર્પોરેટરો પાર્થભાઈ જેઠવા, ગોપાલભાઇ સોરઠીયા, જયેન્દ્રસિંહ ઝાલા, અરવિંદભાઈ સભાયા, ધીરેનભાઈ મોનાણી, ધર્મરાજસિંહ જાડેજા, પુર્વ મેયર હસમુખભાઈ જેઠવા, પૂર્વ શહેર ભાજપા પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા, પૂર્વ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન વસંત ગોરી, મધુભાઈ ગોંડલિયા, મનિષભાઈ કનખરા સહિતના હોદે્દારો – અગ્રણીઓ – કાર્યકરો મોટી સંખ્યામાં જોડાઈ વિરોધ પ્રદર્શન કર્યુ હતું.