Tuesday, March 19, 2024
HomeબિઝનેસStock Market Newsભારતીય શેરબજારમાં પ્રત્યાઘાતી ઘટાડા બાદ તેજી તરફી ધ્યાન...!!!

ભારતીય શેરબજારમાં પ્રત્યાઘાતી ઘટાડા બાદ તેજી તરફી ધ્યાન…!!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!!

- Advertisement -

ગત સપ્તાહે એલઆઈસી ઓફ ઈન્ડિયાનું અપેક્ષિત નિરાશાજનક ૯% ડિસ્કાઉન્ટે લિસ્ટિંગ થયા છતાં આ અપેક્ષિત નિરાશાજનક લિસ્ટિંગના પરિબળને અવગણીને અને આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડના ભાવ ૧૧૫ ડોલરની સપાટીએ પહોંચી જવાના નેગેટીવ પરિબળને અવગણીને સ્થાનિક ફંડો, રોકાણકારોએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સહિતના ફ્રન્ટલાઈન – હેવીવેઈટ શેરોની આગેવાનીમાં સપ્તાહની શરૂઆતમાં ત્રણ મહિનાનો સૌથી મોટો અનપેક્ષિત ઉછાળો જોવા મળ્યો હતો.

અમેરિકન શેરબજારમાં મોંઘવારીની ચિંતા અને બ્રિટનમાં ફુગાવો ૪૦ વર્ષની ઊંચી સપાટીએ પહોંચતા અને સ્થાનિક સ્તરે પણ ૩૦ વર્ષમાં સૌથી ઊંચા WPIના ફુગાવાના આંકડા જાહેર થતાં જૂનના પ્રારંભે મળનારી બેઠકમાં રિઝર્વ બેંક દ્વારા વ્યાજ દરમાં ફરી વધારો જાહેર કરશે તેવા અહેવાલ અને આગામી માસમાં ફુગાવો – મોંઘવારીમાં વધુ વધારો થવાના જોખમે વૈશ્વિક બજારોમાં સાવચેતી સાથે કોર્પોરેટ ઈન્ડિયાના ત્રિમાસિક પરિણામોની સીઝનમાં સાધારણથી નબળા પરિણામો જાહેર થતાં બે – તરફી અફડાતફડી સાથે ભારતીય શેરબજારમાં ઉછાળે સાવચેતી જોવાઈ હતી.

- Advertisement -

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….

વિશ્વભરના શેરબજારોમાં લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ ડિસેમ્બર, ૨૦૨૦ બાદ ઘટીને પહેલી વખત ૧૦૦ ટ્રિલિયન ડોલરની નીચે સરકી ગઈ છે. નાણાં નીતિમાં સખતાઈને કારણે વર્તમાન વર્ષમાં વૈશ્વિક માર્કેટ કેપમાં ૨૨ ટ્રિલિયન ડોલરનો ઘટાડો થયો છે. વિતેલા સપ્તાહના અંતે કુલ માર્કેટ કેપનો આંક ૯૯.૧૩ ટ્રિલિયન ડોલર રહ્યો હતો જે ૧લી ડિસેમ્બર, ૨૦૨૦ બાદ સૌથી નીચો છે. ફુગાવાને અંકૂશમાં લેવા અમેરિકન ફેડરલ રિઝર્વ સહિત વિશ્વની મોટાભાગની કેન્દ્રીય બેન્કો દ્વારા પોતાના દેશમાં નાણાં નીતિને સખત બનાવવાના લેવાઈ રહેલા પગલાંને કારણે સ્ટોકસના મૂલ્યમાં તાજેતરમાં જોરદાર ઘટાડો થયો છે.

- Advertisement -

ફુગાવા ઉપરાંત ચીનમાં કોરોનાને કારણે લોકડાઉનની સ્થિતિ અને રશિયા – યુક્રેન યુદ્ધને પરિણામે પણ શેરબજારોમાં વ્યાપક ધોવાણ થયું છે. કોરોનાના કાળમાં અમેરિકન ફેડરલ સહિત વિશ્વની મોટાભાગની કેન્દ્રીય બેન્કોએ પોતાના દેશમાં લિક્વિડિટી વધારવાના પગલાં લીધા હતા જેને કારણે શેરબજારોમાં તેજી જોવા મળી હતી. માર્કેટ કેપની દ્રષ્ટિએ ટોચની દસ બજારોમાંથી ચીન, જર્મની તથા ફ્રાન્સની માર્કેટ કેપમાં ટકાવારીની દ્રષ્ટિએ વર્તમાન વર્ષમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો છે. વર્તમાન વર્ષમાં ભારતની માર્કેટ કેપ અંદાજીત ૧૨.૪૨% ઘટી ૩.૦૩ ટ્રિલિયન ડોલર પર આવી ગઈ છે. માર્ચમાં માર્કેટ કેપની દ્રષ્ટિએ ભારતનું સ્થાન વિશ્વમાં પાંચમુ હતુ તે હવે સાતમું થઈ ગયું છે. ૪૨.૪૩ ટ્રિલિયન ડોલર સાથે માર્કેટ કેપમાં અમેરિકા પ્રથમ સ્થાને છે, જ્યારે ૯.૭૩ ટ્રિલિયન ડોલર સાથે ચીનનો ક્રમ બીજો છે.

સ્થાનિક સ્તરે વર્તમાન મહિનાના પ્રારંભમાં રિઝર્વ બેન્કની મોનિટરી પોલિસી કમિટિએ ઓફ્ફ સાઈકલ બેઠક યોજી રેપો રેટમાં એક જ વખતમાં જંગી વધારાથી રોકાણકારો સહિત દરેક હિસ્સેદારોમાં ગભરાટ ફેલાઈ શકે માટે આ હકીકતને ધ્યાનમાં રાખી તબક્કાવાર ધીમી ગતિએ રેપો રેટમાં ૪૦ બેઝિસ પોઈન્ટનો વધારો કરાયો હતો. દેશમાં ફુગાવો અપેક્ષાની બહાર વધી ગયો હોવાનું ધ્યાનમાં રાખી ઓફ્ફ સાઈકલ વધારો કરાયો ન હોત તો જુનની નિયમિત બેઠકમાં મોટો વધારો કરવાની ફરજ પડત જેને કારણે રોકાણકારોથી લઈને દરેક હિસ્સેદારોમાં ગભરાટ ફેલાત તેથીતાત્કાલિક નિર્ણય લેવાનું રિઝર્વ બેન્ક માટે જરૂરી બની ગયું હતું.

મિત્રો, કેલેન્ડર વર્ષ ૨૦૨૨માં સ્થાનિક તેમજ વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા….

સ્થાનિક સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં માર્ચ ૨૦૨૨માં અંદાજીત રૂ.૩૯,૬૭૭.૦૩ કરોડની ખરીદી, એપ્રિલ ૨૦૨૨માં અંદાજીત રૂ.૨૯,૮૬૯.૫૨ કરોડની ખરીદી તેમજ ૧૯ મે ૨૦૨૨ સુધીમાં અંદાજીત રૂ.૩૪,૦૫૯.૩૨ કરોડની ખરીદી કરવામાં આવી હતી, જયારે વિદેશી સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં માર્ચ ૨૦૨૨માં અંદાજીત રૂ.૪૩,૨૮૧.૩૧ કરોડની વેચવાલી, એપ્રિલ ૨૦૨૨માં અંદાજીત રૂ.૪૦,૬૫૨.૭૧ કરોડની વેચવાલી તેમજ ૧૯ મે ૨૦૨૨ સુધીમાં અંદાજીત રૂ.૪૨,૮૩૬.૯૬ કરોડની વેચવાલી કરવામાં આવી હતી.

બજારની ભાવી દિશા…. મિત્રો, ફુગાવો બહુ જ વધી ગયો છે અને આ વખતે એટલો વ્યાપક અને બહોળા પ્રમાણમાં વધ્યો છે કે માત્ર વ્યાજદર વધારીને તેને અંકુશમાં લેવો મુશ્કેલ દેખાય રહ્યો છે. મહામારી અને મોંઘવારી બાદ હવે વૈશ્વિક અર્થવ્યવસ્થાઓ પર ‘મંદી’ના વાદળો ઘેરાઇ રહ્યા છે અને કોઇ વિકસીત દેશનું અર્થતંત્ર મંદીના ચક્રવ્યૂહમાં ફસાઇ જવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઊંચો ફુગાવો અને વ્યાજદરમાં વધારો સાથે મળીને મોટાભાગની વિકસિત અર્થવ્યવસ્થાઓના વિકાસદરને પ્રભાવિત કરી શકે છે અને જો કેટલીક અર્થવ્યવસ્થાઓ મંદીના ચક્રવ્યૂહમાં ધકેલાઇ શકે છે.

ગત વર્ષે ઐતિહાસિક તેજી બાદ હાલ ભારતીય શેરબજારમાં સાવધાની અને સાવચેતીનો સૂર જોવા મળી રહ્યો છે. વેલ્યૂએશન એકંદરે ઘટી રહ્યું છે અને હજી વધુ પણ કરેક્શનની શક્યતા જોવાઈ રહી છે. આગામી મહિનામાં ફુગાવો – મોંઘવારી વધુ વધે તો મારા અંગત મત મુજબ આગામી દિવસોમાં ભારતીય શેરબજારમાં ભારે અસ્થિરતા યથાવત રહેવાની સંભાવના છે. ઘણા બધા સ્થાનિક અને વૈશ્વિક પરિબળો આર્થિક અસ્થિરતાને પ્રેરિત કરે છે અને તે પૈકીના ઘણા પરિબળો નજીકના ભવિષ્યમાં પણ યથાવત રહેતા દરેક ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે. બાકી મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર…કેમ ખરું ને..!!!

નિફ્ટી ફ્યુચર બંધ :- ( 16274 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 16006 પોઇન્ટના પ્રથમ અને 15808 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે 16303 પોઇન્ટથી 16373 પોઇન્ટ, 16404 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 16404 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 34305 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 33808 પોઇન્ટના પ્રથમ અને 33676 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે 34474 પોઇન્ટથી 34606 પોઇન્ટ, 34808 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 34808 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક……

) અંબુજા સિમેન્ટ્સ ( 365 ) :- સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.336 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.327 ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.377 થી રૂ.383 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.404 ઉપર તેજી તરફી ધ્યાન…!!!

) ચેન્નાઈ પેટ્રોલિયમ ( 339 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.317 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.303 ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.363 થી રૂ.370 નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!

) સ્વાન એનર્જી ( 292 ) :- રૂ.272 નો પ્રથમ તેમજ રૂ.260 ના બીજા સપોર્ટથી સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ.303 થી રૂ.317 સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!

) આઈટીસી લિમિટેડ ( 280 ) :- ડાઇવર્સિફાઇડ એફએમસીજી સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.292 થી રૂ.300 ના ભાવની સંભાવના ધરાવે છે.!! રૂ.266 નો સ્ટોપલોસ ધ્યાને લેવો……..!!

) કેઆરબીએલ લિમિટેડ ( 237 ) :- રૂ.220 નો પ્રથમ તેમજ રૂ.212 ના સ્ટોગ સપોર્ટથી અન્ય એગ્રીકલ્ચર પ્રોડક્ટ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.253 થી રૂ.260 સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!

) અપોલો ટાયર્સ ( 215 ) :- સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.188 આસપાસના સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.233 થી રૂ.240 ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!

) વેલસ્પન કોર્પ ( 238 ) :- આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂ.223 ના સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૂ.253 થી રૂ.270 ના સંભવિત ભાવની શક્યતા છે…!!

) એનસીએલ ઈન્ડસ્ટ્રીઝ ( 169 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.157 આસપાસ રોકાણકારે રૂ.188 થી રૂ.195 ના ટાર્ગેટ ભાવની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂ.144 સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

ટ્રેડીંગ સંદર્ભે ફ્યુચર સ્ટોક ધ્યાને લઈએ તો ……

) ઇન્ફોસિસ લિમિટેડ ( 1462 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ આ ફ્યુચર સ્ટોક રૂ.1430 ના સપોર્ટથી ખરીદવાલાયક..!! ટેકનોલોજી સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂ.1484 થી રૂ.1503 નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે….!!

) ટેક મહિન્દ્ર ( 1135 ) :- આ સ્ટોક રૂ.1108 નો પ્રથમ તેમજ રૂ.1088 ના બીજો અતિ મહત્વનો સપોર્ટ ધરાવે છે. ફયુચર ટ્રેડીંગ સંદર્ભે ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.1153 થી રૂ.1160 સુધી ની તેજી તરફ રુખ  નોંધાવશે..!!

) આઈસીઆઈસીઆઈ બેન્ક ( 712 ) :- 1375 શેર નું ફયુચર ધરાવતો આ સ્ટોક રૂ.686 નો પ્રથમ તેમજ રૂ.670 ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી રૂ.723 થી રૂ.730 સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા છે….!!

) રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ( 2627 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.2670 આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.2707 ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.2603 થી રૂ.2580 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.2730 ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!

) હેવલ્સ ઇન્ડિયા ( 1233 ) :- રૂ.1260 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.1273 ના સ્ટોપલોસે વેચવાલાયક….!! ટૂંકાગાળે રૂ.1208 થી રૂ.1190 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.1280 ઉપર તેજી તરફી ધ્યાન… !!

) ટાટા કેમિકલ ( 988 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.1008 આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.1033 ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.960 થી રૂ.933 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.1050 ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!

           રોકાણ સંદર્ભે સ્મોલ સેવિંગ્ઝ સ્ટોક ધ્યાને લઈએ તો……

) નેશનલ એલ્યુમિનિયમ ( 97 ) :- એલ્યુમિનિયમ સેક્ટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂ.108 થી રૂ.112 ના ભાવની સંભાવના ધરાવે છે…!! રૂ.88 નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

) વેલસ્પન એન્ટરપ્રાઈઝ ( 84 ) :- ડિલેવરીબેઇઝ રોકાણકારે એન્જિનિયરિંગ, ડિઝાઇનિંગ & કન્સ્ટ્રક્શન સેક્ટરનાં આ સ્ટોકને રૂ.77 ના અતિ મહત્વના સપોર્ટથી ખરીદવાલાયક…!! સાપ્તાહિક ટ્રેડિંગ સંદર્ભે રૂ.89 થી રૂ.95 સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે…!!!

) L & T ફાઈનાન્સ ( 76 ) :- ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.70 નો પ્રથમ તેમજ રૂ.63 ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! ઇન્વેસ્ટમેન્ટ કંપની સેકટરનો આ સ્ટોક ટુંકાગાળે રૂ.84 થી રૂ.90 સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!

) ટ્રાઈડન્ટ લિમિટેડ ( 48 ) :- રૂ.42 આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક મધ્યગાળે રૂ.53 થી રૂ.60 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.60 ઉપર તેજી તરફી ધ્યાન…..!!

નિફટી ફયુચર રેન્જ 16006 થી 16404 પોઇન્ટ ધ્યાને લેવી…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular