આ હારથી ટીમ ઈન્ડિયાના વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં જગ્યા બનાવવાની રાહ વધી ગઈ છે. ટીમ ઈન્ડિયાએ કોઈના પર નિર્ભર રહ્યા વગર જો ઠઝઈ ફાઈનલમાં જગ્યા બનાવવી હશે, તો છેલ્લી ટેસ્ટ મેચ જીતવી પડશે. આવું કરવા પર ટીમ ઈન્ડિયા બીજા નંબર પર રહેતા ફાઈનલમાં પહોંચી જશે. ઓસ્ટ્રેલિયા પહેલા સ્થાને રહેશે. કાંગારૂઓની ટીમ ત્રીજી ટેસ્ટ મેચ જીતવાની સાથે જ ઠઝઈ ફાઈનલમાં પહોંચી ગઈ છે. ત્રીજી ટેસ્ટ મેચમાં હાર મળ્યા પછી ભારતના 60.28% પોઇન્ટ્સ છે. તો ઓસ્ટ્રેલિયાના 68.52% પોઇન્ટ્સ છે. જો ટીમ ઈન્ડિયા ચોથી ટેસ્ટ મેચ હારી જશે, તો તેમના 56.94% પોઇન્ટ્સ થઈ જશે. જોકે આવું થવા છતાં પણ ટીમ ફાઈનલની રેસમાંથી બહાર નહીં થાય. પણ ભારતે ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચે થનારી 2 ટેસ્ટ મેચની સિરીઝના રિઝલ્ટ પર નિર્ભર રહેવું પડશે. આ સિરીઝની પહેલી મેચ 9 માર્ચથી શરૂ થશે. જો ટીમ ઈન્ડિયા ચોથી ટેસ્ટ મેચ પણ હારી જશે, અને શ્રીલંકાની ટીમ ન્યૂઝીલેન્ડ સામેની બન્ને ટેસ્ટ મેચ જીતી જશે, તો જ ટીમ ઈન્ડિયા ફાઈનલની રેસમાંથી બહાર થઈ જશે. આવી સ્થિતિમાં શ્રીલંકાના 61.11% પોઇન્ટ્સ થઈ જશે. જોકે ન્યૂઝીલેન્ડની ટીમ 1 ટેસ્ટ મેચ પણ ડ્રો કરી લેશે, તો ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામેની બે ટેસ્ટમાં હાર મળ્યા છતાં ફાઈનલમાં પહોંચી જશે.