Saturday, April 20, 2024
Homeરાજ્યજામનગરમ્યુચ્યુઅલ ફંડના નામે ફુલેકુ ફેરવનાર શખ્સ ઝડપાયો

મ્યુચ્યુઅલ ફંડના નામે ફુલેકુ ફેરવનાર શખ્સ ઝડપાયો

- Advertisement -

જામનગર શહેરમાં મ્યુચ્યુઅલ ફંડના નામે રોકાણ કરી અસંખ્ય મહિલાઓના નાણાની ઉચાપાત કરનાર શખ્સને મહિલાઓેએ ઝડપી લઇ પોલીસને સોંપી આપ્યો હતો. જેના આધારે પોલીસે આ શખ્સની પૂછપરછ હાથ ધરી હતી. અગાઉ શખ્સે લાખોનું કૌભાંડ આચર્યુ હોવાની શકયતા રહેલી છે.

- Advertisement -

મળતી વિગત મુજબ, જામનગર તાલુકાના નાગના ગામના દિનેશ રાઠોડ નામના શખ્સે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણના નામે અનેક લોકો પાસેથી નાણાં ઉઘરાવ્યા હતાં અને આ નાણાં રોકાણકારોમાં ગરીબ અને મધ્યમ વર્ગની મહિલાઓ પણ સામેલ હતી. ત્યારબાદ શખ્સ દ્વારા આ નાણાં પરત આપવામાં આનાકાની કરવામાં આવતી હતી. જેના કારણે રોકાણકારોમાં ઉગ્ર આક્રોશ ફેલાઈ ગયો હતો દરમિયાન ગત રાત્રીના સમયે અસંખ્ય લોકોના નાણાંનું ફુલેકુ ફેરવનાર દિનેશ રાઠોડ નામના શખ્સને મહિલાઓેએ ઝડપી લઇ સિટી બી પોલીસ સ્ટેશને લઇ આવ્યા હતાં. ત્યારે પોલીસમથકે લોકોના ટોળાં એકઠાં થઈ ગયા હતાં. બાદમાં મહિલાઓએ ઝડપી લીધેલા દિનેશ નામના શખ્સને પોલીસને સોંપી આપવામાં આવ્યો હતો. પોલીસે દિનેશની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.

દિનેશ દ્વારા આચરેલા કૌભાંડમાં ગરીબ અને મધ્યમ વર્ગની અસંખ્ય મહિલાઓ સહિત અનેક લોકોએ મ્યુચ્યુઅલ ફંડમાં ઉંચા વળતરની લાલચે નાણાંનું રોકાણ કર્યુ હતું. હવે જોવાનું એ રહે છે કે, ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના નાણાં પરત મળે છે કે પછી રાબેતા મુજબ રોકાણકારોએ રોવાનો વારો આવશે તે સમય બતાવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular