Thursday, April 18, 2024
Homeરાજ્યગુજરાતસંજીવનીએ કયા શહેરમાં દોડધામ કરાવી ?!

સંજીવનીએ કયા શહેરમાં દોડધામ કરાવી ?!

- Advertisement -

કોરોના માટે સંજીવની બનીને આવેલી વેક્સિન ના કારણે વડોદરામાં હાલ ખળભળાટ મચ્યો છે. વડોદરામાં કોરોના રસી લીધા બાદ 13 કર્મચારીઓને અસર થતાં તંત્રમાં દોડધામ મચેલી છે. વડોદરામાં વોર્ડ નંબર-9ના સફાઈકર્મી જીજ્ઞેશ સોલંકીનું વેક્સિન લીધા બાદ થોડા કલાકોમાં જ મોત નિપજ્યા બાદ પણ ઘણા લોકોને ગંભીર અસર જોવા મળી રહી છે. વડોદરામાં વેક્સિનેશન બાદ વધુ બે વ્યક્તિની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે, જેથી તેને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયા છે, સાથે એક વ્યક્તિને પેરાલીસીસ અને બીજાની તબિયત લથડી હોવાના પણ સમાચાર સામે આવી રહ્યા છે. વેક્સિનેશનના કારણે ગંભીર અસરગ્રસ્તોને શહેરની SSG હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા છે.

- Advertisement -

આ વિશે જાણવા મળી રહ્યું છે કે રવિવારે વડોદરામાં 13 કર્મચારીઓએ રસી લીધા બાદ તેમને ગંભીર અસરો જોવા મળી હતી. ગઈકાલે જીજ્ઞેશ સોલંકી નામના વ્યક્તિનું મોત થયા બાદ વધુ બે સફાઈ કર્મીને વેકસીનની આડ અસરના આક્ષેપ થઈ રહ્યા છે. વડોદરામાં વોર્ડ-9 ના બે સફાઈ કર્મીની વેકસીન લીધા બાદ તબિયત લથડી હોવાના અહેવાલ સામે આવતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. જ્યારે એક કર્મીને પેરાલિસિસ તથા એકની તબિયત લથડી હોવાનું જાણવા મળી રહ્યું છે. પરિવારજનોએ વેકસીન બાદ આડ અસરના આક્ષેપ કર્યા છે.

અત્રે નોંધનીય છે કે, ગત રોજ વોર્ડ.9 ના જીગ્નેશ સોલંકીનું વેકસીન લીધા બાદ મોતનો આક્ષેપ કરાયો હતો. ત્યારે 13 પોલીસ તાલીમાર્થીઓને વેકસીનની આડ અસર થઈ હતી. જેના કારણે ખળભળાટ મચેલો છે અને લોકોમાં ડરનો માહોલ બનેલો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular